રાફેલ ડીલ દ્વારા રાષ્ટ્રની સુરક્ષા સાથે આર્થિક હિતોની પણ સુરક્ષા કરવામાં આવીઃ અરુણ જેટલી

News18 Gujarati
Updated: December 14, 2018, 6:21 PM IST
રાફેલ ડીલ દ્વારા રાષ્ટ્રની સુરક્ષા સાથે આર્થિક હિતોની પણ સુરક્ષા કરવામાં આવીઃ અરુણ જેટલી
અરુણ જેટલીએ કહ્યું હતું કે રાફેલ ડીલ દ્વારા રાષ્ટ્રની સુરક્ષા સાથે આર્થિક હિતોની પણ સુરક્ષા કરવામાં આવી છે

રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બીજેપીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા

  • Share this:
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બીજેપીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. શુક્રવારે પહેલા બીજેપી અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. આ પછી વિત્તમંત્રી અરુણ જેટલીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. જેટલીએ કહ્યું હતું કે જુઠનું જીવન ઘણું નાનું હોય છે બે મહિના પહેલા ઉભા થયેલા જુઠના વિવાદનો આજે અંત થઈ ગયો છે. જુઠ પોતાના નિર્માતાની વિશ્વસનીયતાને ઓછી કરે છે. વિત્તમંત્રીએ નામ લીધા વગર કોંગ્રેસ અધ્યક્ષને નિશાને લીધા હતા.

અરુણ જેટલીએ કહ્યું હતું કે રાફેલ ડીલ દ્વારા રાષ્ટ્રની સુરક્ષા સાથે આર્થિક હિતોની પણ સુરક્ષા કરવામાં આવી છે. અમે રાફેલ ડીલ કરતા સમયે તે બધી પ્રક્રિયાઓનું પાલન કર્યું છે, જે કરવાની હતી. આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં બધા દસ્તાવેજો પણ જમા કરાવવામાં આવ્યા હતા. બધા દસ્તાવેજોને જોતા સુપ્રીમ કોર્ટે આ ડીલને યોગ્ય ગણાવી છે.

આ પણ વાંચો - રાફેલ ડીલ: અમિત શાહે કહ્યુ, 'રાહુલ સેના અને દેશની માફી માંગે'

રાફેલ ડીલમાં વ્યવસાયીયોને લાભ દેવાના સવાલ પર અરુણ જેટલીએ કહ્યું હતું કે આ નિર્માણકર્તા અને વ્યવસાયી વચ્ચેનો મામલો હોય છે. જેમાં સરકાર વચ્ચે આવતી નથી. આજે જુઠ બહાર આવી ગયું છે, જે કોંગ્રેસ તરફથી દેશને ગુમરાહ કરવા માટે રચવામાં આવ્યું હતું. કોંગ્રેસ કહે છે કે અમે આ નિર્ણયને માનતા નથી, તો શું જુઠનું નિર્માણ એક પરિવારે કર્યું છે, તો શું આ પરિવાર સુપ્રીમ કોર્ટથી ઉપર છે.
First published: December 14, 2018
વધુ વાંચો
अगली ख़बर