અરુણ જેટલીની હાલત ઘણી ગંભીર, ECMOમાં શિફ્ટ કરવામાં આવ્યા

News18 Gujarati
Updated: August 18, 2019, 2:32 PM IST
અરુણ જેટલીની હાલત ઘણી ગંભીર, ECMOમાં શિફ્ટ કરવામાં આવ્યા
અરુણ જેટલીની હાલત ઘણી ગંભીર, ECMOમાં શિફ્ટ કરવામાં આવ્યા

અરુણ જેટલીની તબિયત જાણવા છેલ્લા બે દિવસથી એમ્સમાં ઘણા નેતાઓ પહોંચી રહ્યા છે

  • Share this:
બીજેપીના નેતા અને પૂર્વ વિત્ત મંત્રી અરુણ જેટલીની હાલત ઘણી નાજુક બનેલી છે. એમ્સના ડોક્ટરોએ બગડતી સ્થિતિ જોઈને તેમને વેન્ટિલેટરથી હટાવીને ઇસીએમઓ એટલે કે એક્સટ્રાકોર્પોરિયલ મેંબ્રેન ઓક્સિજિનેશન(Extracorporeal membrane oxygenation)ઉપર શિફ્ટ કરવામાં આવ્યા છે. ડોક્ટર સતત તેમની સ્થિતિ ઉપર નજર બનાવી રહ્યા છે.

અરુણ જેટલીની તબિયત જાણવા છેલ્લા બે દિવસથી એમ્સમાં ઘણા નેતાઓ પહોંચી રહ્યા છે. શનિવારે સવારે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતી તેમને મળવા પહોંચ્યા હતા. ખબર છે કે સાંજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ દિલ્હી પહોંચશે.

આ પહેલા શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની હાલત જાણવા એમ્સ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટથી અરૂણ જેટલી એમ્સમાં સારવાર હેઠળ છે. અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. જોકે, તેમના સ્વાસ્થ્યને લઈ કોઈ બુલેટિન જાહેર નથી કરવામાં આવ્યું.

આ પણ વાંચો - વડાપ્રધાન મોદી પહોંચ્યા ભૂટાન, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

તમને જણાવી દઈએ કે, જેટલી વ્યવસાયે વકિલ છે અને તે ભાજપા સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રિમંડળનો એક મહત્વનો ભાગ હતા. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતા રહ્યા છે.

પોતાની નાદુરસ્ત તબીયતના કારણે જ 2019માં લોકસભા ચૂંટણી લડી ન હતી. લાંબા સમયથી તે ડાયાબિટિસની પીડિત હતા. પોતાના વધતા વજનને ઠીક કરવા સપ્ટેમ્બર 2014માં તેમણે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી.ઇસીએમઓ શું છે
જ્યારે હાર્ટ, ફેફસા યોગ્ય રીતે કામ કરતા ના હોય અને વેન્ટિલેટરથી પણ ફાયદો થતો ન હોય તો ત્યારે દર્દીને ઇસીએમઓ ઉપર રાખવામાં આવે છે. આનાથી દર્દીના શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં આવે છે.
First published: August 17, 2019, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading