જેટલીની સ્પષ્ટતા, મોદીએ મનમોહનસિંઘની નિષ્ઠા પર નહોતા ઉઠાવ્યા સવાલ

નાણા મંત્રી અરૂણ જેટલીની ફાઇલ તસવીર

જેટલી અને આઝાદના નિવેદન બાદ સંસદની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલી હતી.

  • Share this:
નવી દિલ્હીઃ પીએમ મોદીએ મનમોહનસિંઘ સામે કરેલી ટિપ્પણી પર બુધવારે શિયાળુ સત્રમાં અરુણ જેટલીએ ખુલાસો કર્યો હતો. જેટલીએ કહ્યું હતું કે, દેશ માટે મનમોહનસિંઘની પ્રતિબદ્ધતાને લઇને કોઈ સવાલ જ નથી ઉભો થતો.

રાજ્યસભામાં આજે અરુણ જેટલીએ કહ્યું કે, વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ દ્વારા વડાપ્રધાનના ભાષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ચૂંટણી દરમિયાન તમામ પક્ષો દ્વારા તમામ પ્રકારના ભાષણો આપવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અંસારીની દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતાને લઇને કોઈ સવાલ જ ઉભો નથી થતો.

તેના જવાબમાં સદનમાં વિપક્ષના નેતા આઝાદે કહ્યું કે તે નેતાના આવી સ્પષ્ટતા પર આભાર વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન જો કોઈએ પીએમની ગરીમાને ઠેંસ પહોંચે તેવું નિવેદન કર્યું છે તો તે તેમનું વ્યક્તિગત નિવેદન ગણાશે, પાર્ટીને તેની સાથે કોઈ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન વિરુદ્ધ કોઈ પણ નિવેદન કોંગ્રેસને સ્વીકાર્ય નથી.

જેટલી અને આઝાદના નિવેદન બાદ સંસદની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલી હતી.
First published: