Home /News /india /

રાહુલ ગાંધી પર જેટલીનો પલટવાર, કહ્યું- સાર્વજનિક નિવેદન લાફ્ટર ચેલેન્જ નથી

રાહુલ ગાંધી પર જેટલીનો પલટવાર, કહ્યું- સાર્વજનિક નિવેદન લાફ્ટર ચેલેન્જ નથી

રાફેલ સોદા પર ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના દાવા પછી બેકફૂટ પર આવી રહેલી મોદી સરકારના નાણંમંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કર્યો છે

રાફેલ પર મચેલા ભૂકંપ પછી અરૂણ જેટલીએ રાહુલ ગાંધીના ગળે મળવા અને આંખ મારવાની ઘટના પર કટાક્ષ કરતા તેમની ભાષા અને બુદ્ધિ પર સવાલો કર્યા છે.

    રાફેલ સોદા પર ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના દાવા પછી બેકફૂટ પર આવી રહેલી મોદી સરકારના નાણંમંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કરીને સીધો હુમલો કર્યો છે. રાફેલ પર મચેલા ભૂકંપ પછી અરૂણ જેટલીએ રાહુલ ગાંધીના ગળે મળવા અને આંખ મારવાની ઘટના પર કટાક્ષ કરતા તેમની ભાષા અને બુદ્ધિ પર સવાલો કર્યા છે.Rafale deal

    ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે રાફેલ સોદા અંગે ખુલાસો કર્યો છે કે આશરે 58000 કરોડ રાફેલ કરારમાં દસાલ્ટ એવિએશન માટે ભાગીદારીનો પ્રસ્તાવ ભારત સરકારે જ મુક્યો હતો અને ફ્રાંસ પાસે અન્ય કોઇ વિકલ્પ ન હતો.

    પીએમ મોદીને ચોર કહેનાર રાહુલ ગાંધી અંગે અરૂણ જેટલીએ કહ્યું કે, પબ્લિક ડિસ્કોર્સ લાફ્ટર ચેલેન્જ નથી, તમે કોઇને હગ કરી લો, આંખ મારી લો અને પછી ખોટા નિવેદનો આપતા રહો. લોકતંત્રમાં પ્રહાર થાય છે પરંતુ શબ્દાવલી એવી હોય કે જેમાં બુદ્ધિ દેખાય.

    ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદન પર અરૂણ જેટલીએ કહ્યું કે મને જરા પણ હેરાની નહીં થાય જો આ બધું પહેલાથી જ સુનિયોજીત નીકળે તો. 30 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'પેરિસમાં બ્લાસ્ટ થવાના છે અને તે પછી એવું જ થયું જે તેમણે કહ્યું હતું.' તેમણે આ મામલે વધારે બોલતા કહ્યું કે, 30 ઓગસ્ટના રોજ ટ્વિટ કરીને કહે છે કે ફ્રાંસમાં બોમ્બ બ્લાસ્ટ થવાના છે. આ તેમને કઇ રીતે ખબર કે નિવેદન આવું આવવાનું છે. આ તો જુલગબંદી છે, મારી પાસે સંબંધ નથી પરંતુ પ્રશ્નો ઘણાં છે.

    ઓલાંદના નિવેદન પર નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે કોંગ્રેસ કોઇપણ વસ્તુમાં વિશ્વાસ કરી શકે છે. પરંતુ તમારે મૂળભૂત રીત યાદ રાખવી જોઇએ. લોકો ખોટું તથ્ય આપી શકે છે પરંતુ પરિસ્થિતિઓ ખોટું નથી બોલતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Arun Jaitely, Rafale deal, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन