આર્ટિકલ 370 પર મોદી સરકારના નિર્ણયની વિરુદ્ધ અમે કોર્ટમાં જઈશું : ફારૂક અબ્દુલ્લા

અબ્દુલ્લાએ કહ્યું - કાશ્મીરને વિશેષાધિકાર આપવાના આર્ટિકલ 370 અને આર્ટિકલ 35એ ભારત સરકાર તરફથી ગેરન્ટી હતી

અબ્દુલ્લાએ કહ્યું - કાશ્મીરને વિશેષાધિકાર આપવાના આર્ટિકલ 370 અને આર્ટિકલ 35એ ભારત સરકાર તરફથી ગેરન્ટી હતી

 • Share this:
  આર્ટિકલ 370ને હટાવવાના નિર્ણય પર નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું કે, આર્ટિકલ 370 પર મોદી સરકારના નિર્ણયની વિરુદ્ધ અમે કોર્ટમાં જઈશું. પત્રકારોના સવાલના જવાબ આપતાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, અમે પથ્થરબાજ કે ગ્રેનેડ ફેકનારા નથી. તે અમારી હત્યા કરાવવા માંગે છે. અમે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ અને અમે શાંતિથી પોતાની લડાઈ લડીશું.

  ગૃહ મંત્રી અમિત શાહ કહે છે કે ફારૂક અબ્દુલ્લા કસ્ટડીમાં નથી અને તેઓ પોતાની મરજીથી પોતાના ઘરમાં છે. આ સવાલ પર અબ્દુલ્લાએ કહ્યું કે હું પોતાની મરજીથી ઘરમાં કેમ રહું, જ્યારે મારુ રાજ્ય સળગી રહ્યું હોય, લોકોને જેલમાં નાખવામાં આવી રહ્યા હોય. આ તે ભારત નથી, જેમાં હું વિશ્વાસ કરું છું.

  આ પણ વાંચો - આફ્રિદીને ગંભીરે આપ્યો જવાબ, કહ્યું - બેટા PoKનું પણ સમાધાન કરીશું

  ફારુક અબ્દુલ્લાએ આગળ કહ્યું હતું કે મારો પુત્ર ઓમર અબ્દુલ્લા ઘણા દુખમાં છે. તેમણે અમિત શાહ ઉપર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે મને ઘણું દુખ થાય છે કે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે ફારુક અબ્દુલ્લાની અટકાયત કરી નથી અને તે પોતાની મરજીથી પોતાના ઘરમાં છે. અબ્દુલ્લાએ કહ્યું હતું કે કાશ્મીરને વિશેષાધિકાર આપવાના આર્ટિકલ 370 અને આર્ટિકલ 35એ ભારત સરકાર તરફથી ગેરન્ટી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે મને મારા ઘરમાં કેદ કરવામાં આવ્યો છે. 70 વર્ષથી અમે લડાઈ લડી રહ્યા છીએ અને આજે અમને દોષી ઠેરવી દેવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: