જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ-NCએ આતંકવાદના બીજ રોપ્યા : રામ માધવ

News18 Gujarati
Updated: June 29, 2019, 6:49 PM IST
જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ-NCએ આતંકવાદના બીજ રોપ્યા : રામ માધવ
જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ-NCએ આતંકવાદના બીજ રોપ્યા : રામ માધવ

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી સંવિધાનના આર્ટિકલ 370ને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું

  • Share this:
જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી સંવિધાનના આર્ટિકલ 370ને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભામાં બોલતા કાશ્મીર સમસ્યા માટે કોંગ્રેસ અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને જવાબદાર ગણાવ્યા હતા. હવે બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કાશ્મીરમાં આતંકવાદ માટે સીધે રીતે કોંગ્રેસ અને નેશનલ કોંન્ફ્રેસને જવાબદાર ગણાવ્યા છે. રામ માધવે શનિવારે આરોપ લગાવ્યો હતો કે આ બંને પાર્ટીઓએ કાશ્મીરમાં આતંકવાદના બીજ રોપ્યા હતા. પાકિસ્તાને આ સ્થિતિનો ફાયદો ઉઠાવ્યો હતો.

રામ માધવે કાશ્મીર સમસ્યાને લઈને નહેરુ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે જે કહ્યું છે તે ઐતિહાસિક સત્ય છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવાને લઈને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો - પહલુ ખાન પર ચાર્જશીટ, ગેહલોતે કહ્યું - બીજેપી સરકારે કરાવી હતી તપાસ

બીજેપી મહાસચિવ રામ માધવે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું હતું કે જ્યાં સુધી આર્ટિકલ 370ની વાત છે તો અમારી વૈચારિક પ્રતિબદ્ધતા બધાને ખબર છે. જેથી હું સ્પષ્ટ કરવા માંગું છું કે જેમ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું તેમ અવશ્ય કરવામાં આવશે. અમારી સરકાર કાશ્મીરની બધી મહત્વપૂર્ણ સમસ્યાઓના સમાધાન માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં અમે આગળ પણ વધી રહ્યા છીએ.

કાશ્મીર પર કોંગ્રેસના આરોપોનો આપ્યો જવાબ
રામ માધવે કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ માટે બીજેપી-પીડીપી ગઠબંધનને જવાબદાર ગણાવતા કોંગ્રેસના આરોપોનો જવાબ પણ આપ્યો હતો. રામ માધવે કહ્યું હતું કે બીજેપીનું ગઠબંધન તો ફક્ત 2.5 વર્ષ સુધી સત્તામાં હતું પણ કોંગ્રેસ દશકો સુધી ગઠબંધનમાં રહી હતી પણ શું કર્યું? આવા સમયે તમે આજે જે પણ સમસ્યા જોવો છો, તેના જવાબદાર તે જ છે.
First published: June 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading