પુલવામામાં સેનાની ગાડી ઉપર IED બ્લાસ્ટ, 5 જવાન ઈજાગ્રસ્ત, એક આતંકવાદી ઠાર

આતંકીઓએ 44 રાજપૂતાના રાઇફલને નિશાન બનાવીને હુમલો કર્યો

News18 Gujarati
Updated: June 17, 2019, 7:45 PM IST
પુલવામામાં સેનાની ગાડી ઉપર IED બ્લાસ્ટ, 5 જવાન ઈજાગ્રસ્ત, એક આતંકવાદી ઠાર
હુમલાનો શિકાર થયેલ સેનાનું વાહન
News18 Gujarati
Updated: June 17, 2019, 7:45 PM IST
જમ્મુ કાશ્મીરના પુલવામાના ઇદગાહ અરિહલ વિસ્તારમાં સેનાની ગાડી ઉપર આતંકવાદી હુમલો થયો છે. રિપોર્ટ પ્રમાણે આતંકવાદીઓએ સુરક્ષાબળોની ગાડી પર IED બ્લાસ્ટ કર્યો છે. જેના કારણે કૈસ્પર વાહન ક્ષતિગ્રસ્ત થયું છે. ઘટનાસ્થળ ઉપર સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ ચાલું છે.

આ હુમલામાં 5 જવાનો ઈજાગ્રસ્ત હોવાના સમાચાર છે. સુરક્ષાબળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ હુમલો સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર કરવામાં આવ્યો છે. આતંકીઓએ 44 રાજપૂતાના રાઇફલને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.

આ પણ વાંચો - ડોક્ટરો સામે ઝુકી મમતા બેનરજી, સરકારી હોસ્પિટલમાં રહેશે સુરક્ષાકર્મી

આ હુમલો સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર કરવામાં આવ્યો


ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં જ આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સ્થળો ઉપર એર સ્ટ્રાઇક કરી હતી.
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...