J&K: આતંકીઓ સાથેની અથડામણમાં એક મેજર, ત્રણ જવાન શહીદ

પ્રતિકાત્મક તસવીર

સેનાને માહિતી મળી હતી કે ઉત્તર કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં અમુક આતંકીઓએ ઘૂસણખોરી કરી રહ્યા છે.

  • Share this:
    જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં એક મજેર અને ત્રણ જવાન શહીદ થયા છે. સામા પક્ષે સૈન્યની કાર્યવાહીમાં બે જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેનાને આ વિસ્તારમાં આતંકીઓ ઘૂસણખોરી કરી રહ્યા હોવાની માહિતી મળ્યા બાદ અહીં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

    આ ઘટના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાને માહિતી મળી હતી કે ઉત્તર કાશ્મીરના ગુરેઝમાં આતંકીઓએ સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. જે બાદમાં બંને તરફથી ફાયરિંગ થયું હતું. આ અથડામણમાં સેનાને મોટી ખુવારી થઈ હતી. સામા પક્ષે ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર બે આતંકીઓ ઠાર કરાયા છે.

    આર્મીના નિવેદન પ્રમાણે આઠ શ્રીનગરથી 125 કિલોમીટર દૂરના અંતરે આવેલા ગુરેઝ સેક્ટરમાં આઠ જેટલા આતંકીઓએ લાઇન ઓફ કંટ્રોલ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જવાનોએ તેમને આતંર્યા હતા, જેના પરિણામ સ્વરૂપે બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો.

    નોંધનીય છે કે ગુરેઝ સેક્ટરમાં પાકિસ્તાનની આર્મી મંગળવાર રાતથી જ ભારતીય જવાનોને ટાર્ગેટ કરી રહી છે. આર્મી એવું માની રહી છે કે આતંકીઓને ભારતમાં ઘૂસાડવા માટે પાકિસ્તાન તરફથી કવર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: