સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું - ભારત આગામી યુદ્ધ સ્વદેશી હથિયારોથી લડીને જીતશે

News18 Gujarati
Updated: October 15, 2019, 5:39 PM IST
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું - ભારત આગામી યુદ્ધ સ્વદેશી હથિયારોથી લડીને જીતશે
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું - ભારત આગામી યુદ્ધ સ્વદેશી હથિયારોથી લડીને જીતશે

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે સશસ્ત્ર બળોમાં સ્વદેશી ટેકનિકનો સમાવેશ કરવાની વકાલત કરી

  • Share this:
નવી દિલ્હી : સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે (General Bipin Rawat) સશસ્ત્ર બળોમાં (Armed Forces)સ્વદેશી ટેકનિકનો સમાવેશ કરવાની વકાલત કરી છે. સાથે કહ્યું છે કે ભારત આગામી યુદ્ધ દેશમાં જ વિકસિત હથિયારોથી લડશે અને જીતશે. જનરલ રાવતે 41માં ડીઆરડીઓ (DRDO)નિર્દેશક સંમેલનમાં કહ્યું હતું કે હથિયારો અને અન્ય રક્ષા પ્રણાલીઓનો વિકાસ ભવિષ્યના યુદ્ધોને ધ્યાનમાં રાખીને થવો જોઈએ.

જનરલ રાવતે કહ્યું હતું કે એ જરુરી નથી કે ભવિષ્યમાં યુદ્ધ આમને સામને લડવામાં આવે. આપણે સાઇબર, અંતરિક્ષ, લેઝર, ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને રોબોટિક્સના વિકાસ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજીન્સ ઉપર પણ કામ કરવું પડશે. જો આપણે આ વિશે નહી વિચારીએ તો ઘણું મોડુ થઈ જશે. તેમણે ડીઆરડીઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે ડીઆરડીઓ ક્ષેત્રમાં નવા કિર્તીમાન બનાવી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે સેનાઓને તેનાથી ફાયદો થશે.

સેના પ્રમુખ રાવતે કહ્યું હતું કે ભારત હથિયાર અને ગોળા બારુદના સૌથી મોટા ઇમ્પોર્ટરમાંથી આઝાદીના 70 વર્ષો પછી પણ ભારતનું હથિયારોનું સૌથી મોટુ આયાતકાર હોવું કોઈ ગૌરવની વાત નથી. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં આ સ્થિતિ બદલી છે. ડીઆરડીઓ સેનાની જરુરિયાતને સ્વદેશી હથિયારો પુરા કરવાની દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, વાયુસેના(Air force)પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા, નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ અને ડીઆરડીઓ પ્રમુખ જી સતીશ રેડ્ડી પણ હાજર હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારતે નેતૃત્વની ભૂમિકામાં ઉભરવું પડશે. રાજનાથે દેશને પુરી રીતે આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશ પ્રણાલી ઉપર કામ કરવાની વકાલત કરી હતી.
First published: October 15, 2019, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading