આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું - કાશ્મીરમાં શાંતિ, લોકોને કોઈ જ પરેશાની નથી

News18 Gujarati
Updated: September 25, 2019, 6:01 PM IST
આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું - કાશ્મીરમાં શાંતિ, લોકોને કોઈ જ પરેશાની નથી
આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું - કાશ્મીરમાં શાંતિ, લોકોને કોઈ જ પરેશાની નથી

જે લોકોને લાગે છે કે જીવન પ્રભાવિત થયું છે. તેમનું અસ્તિત્વ આતંકવાદ ઉપર નિર્ભર છે - બિપિન રાવત

  • Share this:
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે (Army Chief General Bipin Rawat) બુધવારે કહ્યું છે કે લોકો કાશ્મીર (Kashmir) ઘાટીમાં સ્વતંત્ર રુપથી ફરી રહ્યા છે અને જે લોકો દાવો કરી રહ્યા છે કે ત્યાં બંધ છે તેમનું અસ્તિત્વ આતંકવાદ (Terrorism)ઉપર નિર્ભર છે. બિપિન રાવતે ઝારખંડના રામગઢમાં પંજાબ રેજિમેન્ટના 29માં અને 30માં બટાલિયનને પ્રેસિડેંટ્સ કલરથી સન્માનથી કર્યા પછી આ વાત કહી હતી.

બિપિન રાવતે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) જનજીવન પ્રભાવિત થયું નથી. લોકો પોતાના રોજીંદા કામ કરી રહ્યા છે. સ્પષ્ટ સંકેત છે કે કામ અટક્યું નથી અને લોકો સ્વતંત્ર રીતે ફરી રહ્યા છે. જે લોકોને લાગે છે કે જીવન પ્રભાવિત થયું છે. તેમનું અસ્તિત્વ આતંકવાદ ઉપર નિર્ભર છે.

આ પણ વાંચો - અમેરિકા પહોંચતા જ ઈમરાનના સૂર બદલાયા, કહ્યુ- અમે ભારત પર હુમલો ન કરી શકીએ

બિપિન રાવતે કહ્યું હતું કે ઇટના ભઠ્ઠા સામાન્ય રુપથી ચાલી રહ્યા છે. ટ્રકોમાં રેતી ભરવાનું ચાલું છે અને દુકાનો ખુલ્લી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ઘાટીમાં જનજીવન સામાન્ય છે. નિયંત્રણ રેખા પાસે તણાવ છે તેવા સવાલ પર સેના પ્રમુખે જવાબ આપ્યો ન હતો. સેના પ્રમુખે કહ્યું હતું કે પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (પીઓકે)માં ભૂકંપ આવવાના કારણે લોકોને સમસ્યા થઈ રહી છે. પીઓકેમાં મંગળવારે 5.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 30 લોકોના મોત થયા હતા.

સેનાએ મંગળવારે કેટલાક ફોટો અને વીડિયો જાહેર કર્યા હતા. જેમાં જમ્મુ કાશ્મીરમાં સફરજનની ગાડીઓમાં લોડિંગ, ખેતરમાં થઈ રહેલું કામ અને લોકોને ફરતા બતાવવામાં આવ્યા છે.
First published: September 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading