ત્રણ તલાક બિલના કારણે જોરદાર હંગામો, રાજ્યસભા સ્થગિત

Kaushal Pancholi | News18 Gujarati
Updated: January 3, 2018, 5:06 PM IST
ત્રણ તલાક બિલના કારણે જોરદાર હંગામો, રાજ્યસભા સ્થગિત

  • Share this:
લોકસભામાં પાસ થયા પછી બુધવારે ત્રણ તલાક બિલ રાજ્યસભામાં રજૂ કરાયુ હતું. ઉચ્ચ સદનમાં આ મુદ્દે ઘણાં વિવાદ થયા. વિપક્ષે આ બિલને પહેલા સિલેક્ટ કમિટિ પાસે મોકલવાની માગ કરી. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ સંશોધનોનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.

તેમણે કહ્યું હતુ કે સરકાર કોઈપણ સંશોધન કર્યા વગર જ પાસ કરવા માંગી રહી છે જેના પછી જોરદાર હંગામો થયો. જેના પછી ઉપસભાપતિએ કાર્યવાહી ગુરૂવાર સુધી સ્થગિત કરી દીધું.

કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, સંશોધન 24 કલાક પહેલા આપવા જોઈતા હતાં, પરંતુ તેવું થયું નથી. ત્રણ વાગ્યે સદન સમક્ષ સંશોધન મુકવામાં આવ્યાં હતાં. જેટલીએ કોંગ્રેસના નેતા આનંદ શર્માની ટીકા કરતાં કહ્યું હતું કે, આનંદ શર્મા એક ખોટી પરંપરા શરૂ કરવા જઈ રહ્યાં છે. સદનમાં બહુમત ધરાવતી કોઈ પણ પાર્ટી કે સમૂહ સિલેક્ટ કમિટીના સભ્યોના નામ નક્કી કરી શકે છે. જેટલીએ કોંગ્રેસ પર બિલ અટકાવવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, દેશ જોઈ રહ્યો છે કે તમે એક સદનમાં બિલનું સમર્થન કર્યું અને બીજા સદનમાં તેને પાસ થતા રોકવા માંગો છો.કોંગ્રેસના નેતા આનંદ શર્માએ વિપક્ષા પાર્ટીના સભ્યોના નામ ઉપસભાપતિને આપ્યા હતાં. આ સભ્યોમાં ત્રણ કોંગ્રેસના નેતાના નામ શામેલ હતાં. ત્યાર બાદ આનંદ શર્માએ સરકારને પોતાના સભ્યોના નામ જણાવે. કોંગ્રેસ નેતાનું કહેવું હતું કે, સિલેક્શન કમિટી બજેટ સત્ર દરમિયાન પોતાના મંતવ્યો રજુ કરશે. આનંદ શર્માનું કહેવું હતું કે સરકાર પહેલા સંશોધનોનો સ્વિકાર કરે અને પછી બિલને સિલેક્શન કમિટીને મોકલે. આ મામલે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા ઉગ્ર બની હતી. સદનમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અંતે ઉપસભાપતિએ રાજ્યસભાની કાર્યવાહી આવતી કાલ ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી.આનંદ શર્માએ કહ્યું કે સંસદ રબર સ્ટેમ્પ ન હોય શકે. કોઈપણ કાયદો વિધાયી તપાસમાંથી નીકળવો જોઈએ જેથી કોઈપણ પ્રકારની ભૂલને નીકાળી શકાય. શર્માએ કહ્યું કે ડેડલાઈન જો 22 ફેબ્રુઆરીની હોય તો તેને આ બજેટ સેશનના પહેલા સપ્તાહમાં લઈ આવો. જણાવી દઈએ કે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં બજેટ સેશન શરૂ કરશે.
First published: January 3, 2018, 5:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading