નિવૃત્ત ફૌજીએ હરિયાણામાં લોખંડના સળિયાથી 2 કલાકમાં 6 હત્યા, ઝડપાઈ ગયો સીરિયલ કિલર

Kaushal Pancholi | News18 Gujarati
Updated: January 2, 2018, 2:23 PM IST
નિવૃત્ત ફૌજીએ હરિયાણામાં લોખંડના સળિયાથી 2 કલાકમાં 6 હત્યા, ઝડપાઈ ગયો સીરિયલ કિલર

  • Share this:
હરિયાણાના પલવલમાં છ લોકોની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે સોમવારે સવારે બે કલાકમાં છ લાશ મળી હતી.

પોલીસે શહેરની આદર્શ કોલોનીએ એક આરોપીની ધરપકડ કરી છે. જે ઈજાગ્રસ્ત હાલતમાં હતો. આરોપીની ઓળખ થઈ ગઈ છે. જણાવવામાં આવે છે કે આ માણસનું નામ નરેશ છે જે મછગરનો વતની છે અને રિટાયર ફૌજી છે. ફૌજમાંથી નિવૃત્તિ લીધા બાદ નરેશે જન સ્વાસ્થ્ય વિભાગમાં એસડીઓના પદ પર કામ કર્યું છે. જ્યાંથી પણ તે નિવૃત્ત થઈ ગયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે ઈજાગ્રસ્ત હોવાછતાં પોલીસ અધિકારીઓ પર પણ તેણે હુમલો કર્યો હતો. પોલીસ પ્રમાણે સવારે 2થી 4 વચ્ચે લોખંડના સળિયાથી તેણે હત્યા કરી હતી.



ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પછી તેને ફરીદાબાદ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જેના પગલે  શહેરમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પોલીસના કહેવા પ્રમાણે આરોપીની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી રહી છે. તમામ છ લોકોની લોખંડના રોડથી હત્યા કરવામાં આવી છે. 6 લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે. આરોપીના હુમલાથી ધાયલ પોલીસકર્મીઓને પણ સારવાર માટે ફરીદાબાદ મોકલવામાં આવ્યાં છે. આરોપી માનસિક રીતે બીમાર લાગી રહ્યો છે.
First published: January 2, 2018, 11:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading