Home /News /india /

31 માર્ચ પછી નહિ ચાલે આ 6 બેંકોના ચેક, નવી ચેકબુક માટે અરજી કરી દો

31 માર્ચ પછી નહિ ચાલે આ 6 બેંકોના ચેક, નવી ચેકબુક માટે અરજી કરી દો

સામાન્ય રીતે મ્ચ્યુઅલ ફંડ, શેર બ્રોકર પણ તમારી જોડેથી કેન્સલ ચેક માંગતા હોય છે. વળી લોન લેતી વખતે પણ તમારા એકાઉન્ટની સાચી જાણકારી મેળવવા માટે કેન્સલ ચેક આપવામાં આવે છે.

    જો તમારું ખાતું આ 6 બેંકોમાંથી કોઈપણ બેંકમાં હોય તો તમારા માટે આ મહત્વના સમાચાર છે, કારણે કે આ બૅન્કો દ્વારા અગાઉ ઇસ્યુ કરાયેલી ચેકબુકના ચેક હવે માન્ય રહેશે નહિ. આનો અર્થ એ છે કે 31 માર્ચ પછી એટલે કે પહેલી એપ્રિલથી ચેક અયોગ્ય ગણાશે. આ એલર્ટ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ આપ્યું છે. આવામાં તમારે ફટાફટ નવી ચેક બુક લેવા અરજી કરવાની રહે છે. તમારી પાસે ફક્ત થોડા જ દિવસ બચ્યા છે, નહીં તો તમારાં ઘણાં ટ્રાન્ઝેક્શનો અટકી શકે છે.

    એસબીઆઇ તરફથી ટ્વિટર પર કરાયેલા એલર્ટ પ્રમાણે 5 સહયોગી બેંક એટલે સ્ટેટ બૅન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઑફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવાણકોર અને એક ભારતીય મહિલા બૅન્કના ચેક પહેલી એપ્રિલથી માન્ય નહિ રહે. તમે જણાવી દઈએ કે આ તમામ બૅન્કોને એસબીઆઇમાં મર્જ કરી દેવામાં આવી છે.

    નવી ચેકબુક માટે અરજી કરો. એસબીઆઇએ ટ્વિટર મારફત જણાવ્યું છે કે તેની 5 પૂર્વ એસોસિયેટ્સ બૅન્કો અને ભારતીય મહિલા બૅન્કના ચેક 31 માર્ચ પછી માન્ય નહિ રહે. ગ્રાહકે નવી ચેકબુક મેળવવા માટે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેન્કિંગ, એટીએમ અથવા બેંકની શાખામાં જઈને અરજી કરવાની રહેશે.

    31 માર્ચ સુધી જ ચાલશે આ ચેકબુક. મર્જર પછી પૂર્વવર્તી એસોસિયેટ બેંકો અને ભારતીય મહિલા બૅન્કની ચેકબુક્સ 30 સપ્ટેમ્બર, 2017થી અમાન્ય થવાની હતી, પરંતુ દેશની સૌથી મોટી સરકારી લેન્ડર દ્વારા તેમની વેલિડિટી વધારી દેવામાં આવી હતી. જો ગ્રાહકે અસુવિધાથી બચવું હોય તો 31 માર્ચ, 2018 સુધી SBIની ચેકબુક માટે અરજી કરવી જોઈએ. 31 માર્ચ,2018 પછી જૂની ચેકબુક્સ માન્ય રહેશે નહિ.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Business

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन