કુમાર વિશ્વાસનું કપાયું પત્તુ, આ ત્રણ જણને રાજ્યસભા મોકલશે 'આપ'!

Kaushal Pancholi | News18 Gujarati
Updated: January 2, 2018, 2:54 PM IST
કુમાર વિશ્વાસનું કપાયું પત્તુ, આ ત્રણ જણને રાજ્યસભા મોકલશે 'આપ'!

  • Share this:
દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી (આપ) વરિષ્ઠ નેતા સંજય સિંહ ઉપરાંત સુશીલ ગુપ્તા અને એનડી ગુપ્તાને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવી શકે છે. સૂત્રોએ આ જાણકારી આપતા કહ્યું કે આપની પોલિટિકલ અફેર્સની કમિટિ બુધવારે આ ત્રણેના નામ પર મહોર લગાવશે. જેના પછી બીજા દિવસે ચાર જાન્યુઆરીના રોજ તમામ નામાંકન દાખલ કરશે.

દિલ્હીમાં રાજ્યસભાની ત્રણ સીટો માટે 16 જાન્યુઆરીના રોજ ચૂંટણી થશે. જેના માટે નામાકંન કરવાની છેલ્લી તારીખ પાંચ જાન્યુઆરી છે. 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભામાં આપના 66 વિધાયક છે એટલે તેને ત્રણ સીટો જીતવામાં કોઈ પરેશાની નહીં થાય.

વરિષ્ઠ આપ નેતા કુમાર વિશ્વાસ અને આશુતોષનું નામ પણ રાજ્યસભા માટે ચર્ચાઈ રહ્યું છે. ગત થોડા દિવસોમાં વિશ્વાસના કેટલાક સમર્થકે તેમને રાજ્યસભામાં મોકલવાની માગ કરતા આપની ઓફિસની બહાર ઘરણા પર બેઠા હતાં. સૂત્રો પ્રમાણે વિસ્વાસની આરીત પાર્ટી નેતાઓને ગમ્યું નહીં અને તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું. તેમની જગ્યાએ એન ડી ગુપ્તા અને સુશીલ ગુપ્તાને રાજ્યસભા મોકલવાનો નિર્ણય લેવાયો છે.

એન ડી ગુપ્તા ચાર્ટડ એકાઉન્ટન્ટ છે અને અત્યારે તે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયાના ઉપાધ્યક્ષ છે. વિત્તમંત્રી અરૂણ જેટલી પણ એનડી ગુપ્તાની તારીફ કરી ચુક્યા છે. જ્યારે સુશીલ ગુપ્તા આનાથી પહેલા કોંગ્રેસ સાથે જોડાયેલ હતાં અને થોડા જ દિવસો પહેલા આપની સભ્યતા લીધી છે.
First published: January 2, 2018, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading