ભારતના ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના મામા મેહુલ ચોક્સીને એન્ટિગુઆ સરકાર ભારત પરત મોકલી શકે છે તેવા સંકેત મળ્યાં છે. મેહુલ ચોક્સીને એન્ટિગુઆની નાગરિકતા મળી ગઇ છે.
સમાચારપત્ર ડેયલી ઓબ્ઝર્વરે ચીફ ઓફ સ્ટાફ લિયોનલ 'મેક્સ' હર્સ્ટ દ્વારા જાહેર મંત્રીમંડળની પ્રેસ બ્રિફીંગમાં કહેવામાં આવ્યું કે એન્ટિગુઆ અને બારબૂડા સરકાર ભારત તરફથી કરાયેલ કાયદેસર અનુરોધને કાયદા પ્રમાણે સન્માન કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરશે.
સમાચારપત્રએ કહ્યું કે ભારતમાં હજારો કરોડોના બેંક ગોટાળાના આરોપી ભાગેડુ ચોક્સીને ગત નવેમ્બરમાં એન્ટિગુઆની નાગરિકતા મેળવવા માટે એન્ટિગુઆ અને બારબૂડા સરકારની કેબિનેટની બેઠકમાં ચર્ચા થઇ હતી.
સમાચાર પત્રએ કહ્યું કે ચોકસી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની સીબીઆઈની અરજી ઇન્ટરપોલ પાસે લંબિત છે. તેમને આશા છે કે તેને જલ્દી જ જાહેર કરવામાં આવશે. મંત્રિમંડળે આ અંગે કહ્યું કે તેમની ભારત સાથે પ્રત્યર્પણ સંઘિ નથી અને ચોકસી પર કોઇપણ અપરાધ માટે મામલો નોંધાયેલો નથી.
સમાચાર પત્રએ તે પણ કહ્યું કે કેબિનેટે આ વાત પર વાત થઇ કે એન્ટીગુઆ અને બારબૂડા સરકાર પાસે ચોકસી સામે કોઇપણ કાર્યવાહીનો કરવાનો અનુરોધ કરાયો નથી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર