Home /News /india /

ફડણવીસ પાસેથી આશ્વાસન મળ્યા બાદ અન્ના હઝારેના ઉપવાસનો અંત

ફડણવીસ પાસેથી આશ્વાસન મળ્યા બાદ અન્ના હઝારેના ઉપવાસનો અંત

મુખ્યમંત્રી ફડણવીસ પાસેથી આશ્વાસન મળ્યા બાદ અન્ના હઝારેના ઉપવાસનો અંત

લોકપાલની માંગણીને લઈને 30 જાન્યુઆરીથી ઉપવાસ કરી રહેલા સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ મંગળવારે પોતાના ઉપવાસ ખતમ કર્યા

  લોકપાલની માંગણીને લઈને 30 જાન્યુઆરીથી ઉપવાસ કરી રહેલા સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ મંગળવારે પોતાના ઉપવાસ ખતમ કર્યા હતા. તે છેલ્લા સાત દિવસથી ઉપવાસ પર હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસેથી આશ્વાસન મળ્યા પછી તેમણે પોતાના ઉપવાસ ખતમ કર્યા હતા.

  મંગળવારે અન્ના હઝારેવે મળવા પહોંચેલા ફડણવીસે કહ્યું હતું કે 13 ફેબ્રુઆરીએ લોકપાલ સર્ચ કમિટીની બેઠક થશે. આ પછી સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશો પ્રમાણે આગામી સત્રમાં બિલ રજુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અન્ના હઝારેની સ્વાસ્થ્યની ચિંતાઓ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ અને બે કેન્દ્રીય મંત્રી મંગળવારે 81 વર્ષીય ગાંધી વાદી નેતાને ઉપવાસ તોડવાની અપીલ કરવા રાલેગણ સિદ્ધ પહોંચ્યા હતા.

  આ પણ વાંચો - LRD પેપરનું પરિણામ જાહેર માત્ર અફવા, જાહેર થઈ આન્સર કી

  અન્ના હઝારેએ કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તોની નિમણુક અને કિસાનોનો મુદ્દા ઉકેલવાની માંગણી સાથે ઉપવાસની શરુઆત કરી હતી. તેમણે ચૂંટણીમાં સુધારા સાથે ખેડુતોની સમસ્યાને દૂર કરવા માટે સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવાની માંગણી કરી હતી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Devendra Fadnavis, Lokpal, અણ્ણા હજારે

  આગામી સમાચાર