એરહોસ્ટેસ અનીશિયા બત્રા સુસાઇડ કેસમાં રોજે રોજ નવા ખુલાસા થઇ રહ્યાં છે. અનીશિયાએ પોતાની મોતની થોડી મિનિટો પહેલા એક મિત્રને મેસેદજ મોકલ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે તે આત્મહત્યા કરવા જઇ રહી છે કારણ કે તેનો પતિ મયંક સંઘવીએ તેને આ માટે મજબૂર કરી છે. મયંકને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે.
મિત્રને મોકલ્યાં હતાં ટેક્સ મેસેજ
અનીશિયાએ મોકલેલા મેસેજથી સ્પષ્ટ થયું છે કે અનીશિયાનો પતિ મયંક સંઘવી તેને હેરાન કરતો હતો. અનીશિયાના ભાઇએ પણ મયંક અને તેના પરિવાર પર પોતાની બહેનને હેરાન કરીને માર મારવાનો આરોપ લગાવ્યો છે.
મોતના એક દિવસ પહેલા કરી હતી પોલીસ ફરિયાદ
અનીશિયાના મોતના એક દિવસ પહેલા તેના પિતા આર.એસ બત્રાએ પોલીસમાં એક અરજી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની દીકરી પર તેના પતિ અને સાસરિયા પક્ષનો લોકો દ્વારા અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. તેની સાથે મારપીટ કરવામાં આવી રહી છે. તેના પતિ અને તેના સાસુ-સસરાની ધરપકડ કરવામાં આવે.
અનીશિયાએ મિત્રને મોકલ્યાં હતાં ટેક્સ મેસેજ
મરતાં પહેલા પતિએ કરી હતી રૂમમાં બંધ
અનીશિયા બત્રાના ભાઈ કરણ બત્રાએ કહ્યું હતું કે છત પરથી કૂદતા પહેલ તેણીએ તેનો સંપર્ક કર્યો હતો. તેણીએ લખ્યું હતું કે, "મારી બહેને મેસેજ કરીને પોલીસ બોલાવવાનું કહ્યું હતું. તેણીએ કહ્યું હતું કે મયંકે તેને રૂમમાં બંધ કરી દીધી હતી. તેના કારણે હું આવું પગલું ભરું છે, તેને છોડશો નહી."
પતિએ શું કહ્યું
અનીશિયા બત્રાના પતિ મયંક સિંઘવીએ પોલીસને જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે તેને એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. જેમાં તેણીએ લખ્યું હતું કે તે આપઘાત કરવા જઈ રહી છે. મેસેજ મળ્યો ત્યારે તે ઘરે હતો. પરંતુ જ્યાં સુધી તે ઘરની છત પર પહોંચ્યો ત્યાં સુધી તે કૂદી ગઈ હતી. બાદમાં તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર