સ્ટેચ્યૂ ઓફ યુનિટી કરતાં ઊંચું હશે આંધ્રપ્રદેશ ભવન, બ્લૂપ્રિન્ટ તૈયાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં મોટુ હશે આંધ્રપ્રદેશ ભવન, બ્લૂપ્રિન્ટ તૈયાર

આ વિધાનસભામાં 3 ફ્લોર હશે અને આકાશને ચૂમતું તેનું ઘુમ્મટ 250 મીટર ઊંચુ હશે

  • Share this:
    આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અને ભાજપ વચ્ચેનો તણાવ ઓછું થવાનો નામ જ લેતો નથી. બંને વચ્ચેનો તણાવ હવે માત્ર રાજકારણ સુધી જ સિમિત ન રહેતાં એક નવી દિશા પકડી છે. હકીકતમાં, ચંદ્રબાબુ નાયડૂ અમરાવતીમાં પ્રસ્તાવિત રાજ્યની વિધાનસભાને 250 મીટર ઊંચી બનાવવા ઈચ્છે છે. જ્યારે ભાજપ સરકાર દ્વારા હમણાં જ સરદાર સરોવર ડેમથી 3.2 કિ.મી દૂર નર્મદા નદીને કિનારે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર (597 ફૂટ ) ઊંચી પ્રતિમા બનાવી છે.

    નાયડૂએ વિધાનસભામાં કેટલાક બદલાવો પછી લગભગ ફાઈનલ કરી લીધું છે. તેની બ્લૂપ્રિન્ટ સરકાર પાસે બ્રિટનનો એક આર્કિટેક્ટ જમા કરાવવાનો છે. વિધાનસભામાં 3 ફ્લોર હશે અને આકાશને ચુમતું તેનું ઘુમ્મટ 250 મીટર ઊંચુ હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો તે માત્ર દેશની જ નહિં પરંતુ આખા વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા છે. તે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં બમણી છે.

    ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું. તે સાથે જ તેમણે પ્રતિમાની નજીક પર્યટકો માટે તંબુઓનું શહેર અને સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન પર આધારિત સંગ્રહાલયનું પણ લોકાર્પણ કર્યું.

    આ પણ વાંચો - સ્ટૂડન્ટ સામે સફાઇકર્મીએ કર્યું માસ્ટરબેટ, વોર્ડને કહ્યું- કપડા બદલી નાખો

    સ્ટેચ્યુ ઓફ યુનિટીને બનાવવા માટે 2979 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. જેમાં મોટા ભાગના રૂપિયા ગુજરાત સરકારે આપ્યા હતાં. હવે જોઈએ ચંદ્રબાબુ નાયડૂની સરકાર આ 250 મીટર ઊંચી વિધાનસભા બનાવવામાં ભાજપ સરકાર સાથેની હરિફાઈમાં શું પરિણામ લાવે છે.
    Published by:Ashish Goyal
    First published: