ચંદ્રાબાબુ નાયડુએ દિલ્હીની રેલીમાં લોકોને લાવવા માટે ભાડે લીધી 1.12 કરોડની બે ટ્રેન

News18 Gujarati
Updated: February 9, 2019, 4:19 PM IST
ચંદ્રાબાબુ નાયડુએ દિલ્હીની રેલીમાં લોકોને લાવવા માટે ભાડે લીધી 1.12 કરોડની બે ટ્રેન
ચંદ્રાબાબુ નાયડુએ દિલ્હીની રેલીમાં લોકોને લાવવા માટે ભાડે લીધી 1.12 કરોડની બે ટ્રેન

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ દિલ્હીમાં 11 ફેબ્રુઆરીએ એક વિરોધ પ્રદર્શન કરવાના છે

  • Share this:
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ દિલ્હીમાં 11 ફેબ્રુઆરીએ એક વિરોધ પ્રદર્શન કરવાના છે. આ પ્રદર્શનમાં લોકોને તેમના રાજ્યમાંથી લાવવા માટે આંધ્ર સરકાર તરફથી 1.12 કરોડ રુપિયાની બે ટ્રેનો ભાડે લેવામાં આવી છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે અમરાવતીમાં શનિવારે કહ્યું હતું કે આંધ્ર પ્રદેશ સરકારે 11 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ‘દીક્ષા રેલી’માં ભાગ લેવા જઈ રહેલા લોકો માટે બે ટ્રેનો ભાડે કરી છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે સાઉથ સેન્ટ્રલ રેલવે પાસેથી 20-20 કંપાર્ટમેન્ચ વાળી બે ટ્રેન 1.12 કરોડ રુપિયામાં ભાડે લીધી છે.

ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આદેશ પ્રમાણે આ ટ્રેન અનંતપુર અને શ્રીકાકુલમથી નેતાઓ, સંગઠનો, એનજીઓ અને બીજા સહયોગીયોને દિલ્હી લઈ જશે, જેથી તે દિલ્હીમાં એક દિવસની દીક્ષા રેલીમાં ભાગ લઈ શકે. આ ટ્રેન રવિવારે સવારે 10 કલાકની આસપાસ દિલ્હી પહોંચશે.

આ પણ વાંચો - OPINION: ઈન્દિરાની છબિ અને પ્રિન્સેસ ડાયનાની છાપવાળી પ્રિયંકાથી ભાજપ કેમ ગભરાયેલું દેખાય છે?

ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુ આ વિરોધ પ્રદર્શન કેન્દ્રનાએ નિર્ણય પછી કરી રહ્યા છે જેમાં કેન્દ્રએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાથી ના પાડી છે. નાયડુનું કહેવું છે કે કેન્દ્રએ રાજ્યને લઈને ઘણા વાયદા કર્યા હતા તેને પુરા કરવામાં તે અસફળ રહ્યા છે. આના વિરોધમાં તે પ્રદર્શન કરવાના છે. નાયડુએ રેલીને સફળ બનાવવા માટે રાજ્યની વિપક્ષી પાર્ટીઓ પાસે સહયોગ માંગ્યો છે.
First published: February 9, 2019
વધુ વાંચો
अगली ख़बर