Home /News /india /આનંદ મહિન્દ્રાને કેમ એવું લાગે છે કે તેમનું નામ 'આનંદ ગરબીન્દ્રા' થઈ જશે?
આનંદ મહિન્દ્રાને કેમ એવું લાગે છે કે તેમનું નામ 'આનંદ ગરબીન્દ્રા' થઈ જશે?
આનંદ મહિન્દ્રાનું ટ્વિટ
"આ વીડિઓ પોસ્ટ કરીને હું નવું જોખમ લઈ રહ્યો છું, ક્યાંક મારું નામ બદલીને આનંદ ગરબીન્દ્રા ન થઈ જાય. પરંતુ આ વીડિયો શેર કરવા માટે હું મારી જાતને રોકી શકું તેમ નથી."
નવી દિલ્હીઃ દેશના મોટા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા લોકોને અવાર નવાર એવા કારણ આપતા રહે છે, જેનાથી લોકો તેમને સોશિયલ મીડિયામાં ફોલો કરવા માટે પ્રેરાય છે. આનંદ મહિન્દ્રા વાયરલ થતી વસ્તુઓને તાત્કાલિક ટ્વિટર પર શેર કરવા માટે ખૂબ જાણીતા છે. તાજેતરમાં તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. સાથે તેમણે લખ્યું છે કે કદાચ આ વીડિયો જોયા બાદ લોકો મારું નામ બદલીને 'આનંદ ગરબીન્દ્રા' ન કરી નાખે!
ગુરુવારે મહિન્દ્રા ગ્રુપના ચીફ આનંદ મહિન્દ્રાએ ન્યૂયોર્ક પોલીસ ગરબા રમી રહી હોય તેવો વીડિયો શેર કર્યો હતો. આજકાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરય થયો છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો કઈ જગ્યાએ શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ન્યૂયોર્ક પોલીસ નવરાત્રિ દરમિયાન ગુજરાતની મહિલાઓ સાથે ગરબા રમી રહી છે.
આનંદ મહિન્દ્રાએ આ વીડિયો ટ્વિટર પર શેર કરતા લખ્યું છે કે, "આ વીડિઓ પોસ્ટ કરીને હું નવું જોખમ લઈ રહ્યો છું, ક્યાંક મારું નામ બદલીને આનંદ ગરબીન્દ્રા ન થઈ જાય. પરંતુ આ વીડિયો શેર કરવા માટે હું મારી જાતને રોકી શકું તેમ નથી. મને આ વીડિયો મારા 'વોટ્સએપવન્ડરબોક્સ'માં મળ્યો છે. ન્યૂયોર્ક પોલીસ કે જે મોડી રાત્રે થતી ધમાચકડી બંધ કરાવતી હોય છે તે ગરબા રમી રહી છે."
ન્યૂયોર્ક પોલીસના ગરબાની સાથે નવરાત્રિ દરમિયાન અમદાવાદ એરપોર્ટનો એક અન્ય વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લોકો ગરબા રમી રહ્યા છે. આ સમયે હાજર પેસેન્જર્સ જોતા જ રહી ગયા હતા.
આ ઉપરાંત મુંબઈની લોકલ ટ્રેનમાં અમુક મહિલાઓ ગરબા રમી રહી હોય તેવો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોએ રેલવે મંત્રી પિયુષ ગોયલનું દિલ જીતી લીધું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર