ANALYSIS: પ્રધાનમંત્રી મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન KCRની પ્રશંસા કેમ કરી?

News18 Gujarati
Updated: July 21, 2018, 10:43 PM IST
ANALYSIS: પ્રધાનમંત્રી મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન KCRની પ્રશંસા કેમ કરી?
કેસીઆર સાથે મોદી (ફાઇલ ફોટો)

  • Share this:
(ટીએસ સુધીર)

શનિવારે સવારે જ્યારે તેલંગાણામાં બીજેપીના વરિષ્ઠ નેતાઓએ એકબીજા સાથે વાત કરી તો મુંઝવણની સ્થિતિ સાફ જોવા મળતી હતી. થોડાક કલાકો પહેલા લોકસભામાં અવિશ્વાસ પર જવાબ દેતા નરેન્દ્ર મોદીએ ટીડીપી અને આંધ્ર પ્રદેશની વાત કરતા કેસીઆરની પ્રશંસા કરી હતી. તેમણે કેસીઆરની પરિપક્વતા અને સશક્તાનો ઉલ્લેખ કર્યો હતો. એક ઝટકામાં મોદીએ હવાની દિશા બદલી નાખી હતી. તેલંગાણામાં બીજેપીના કાર્યકર્તાઓ કેસીઆર સામે મોર્ચો બનાવી રહ્યા હતા.

એક નેતાએ કહ્યું હતું કે સ્પષ્ટ રીતે તેલંગાણામાં બીજેપીનું હિત દિલ્હીમાં બેઠેલા નેતૃત્વ માટે મહત્વનું નથી. આ અમારા આખા અભિયાનને નબળું પાડે છે પણ અમે કશું કરી શકતા નથી. આ પ્રશંસાનો મતલબ છે કે ટીઆરએસ વિરોધી જેણે બીજેપીને વોટ આપ્યો છે તે બધા કોંગ્રેસ તરફ સરકી જશે.

સ્પષ્ટ રીતે જો બીજેપી હાઇકમાને ગોદાવરીમાં તેલંગાણા એકમને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે, તો આ વાસ્તવમાં આશ્ચર્યકારક નથી. આ મહિને હૈદરાબાદની એક દિવસીય યાત્રા દરમિયાન જ્યારે પાર્ટીના પ્રમુખો અને એકમો સાથે ત્રણ-ત્રણ અલગ બેઠક કરી હતી તો અમિત શાહને એ સમજાઈ ગયું હતું કે તેલંગાણામાં બીજેપી જીતથી ઘણી દૂર છે.

બીજેપી અધ્યક્ષે પાર્ટીના કેડરને હૈદરાબાદમાં કહ્યું હતું કે તે સરકાર બનાવવા વિશે ચિંતા કરવાની છોડી દે, આના બદલે ગ્રામણી વિસ્તારોમાં જઈને પાર્ટીને મજબૂત કરવા કહ્યું હતું.

કેસીઆરની પ્રશંસા કરીને મોદીએ એક તીરે બે નિશાન સાધવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ ચંદ્રાબાબુ નાયડુને ઉખાડી ફેંકવાનો, જેનો કેસીઆર સામે વ્યક્તિગત સમીકરણ દેશ માટે એક રહસ્ય છે. હૈદરાબાદના આધુનિક ભાગનું નિર્માણ કરનાર નાયડુ પોતાના પ્રશાસનિક કૌશલમાં ઘણો ગર્વ કરે છે. તેને ફક્ત એક રાજ્ય સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે. કેસીઆર એકસમયે નાયડુની કેબિનેટમાં એક સાધારણ પરિવહનમંત્રી હતા. આવા સમયે નાયડુને નીચા બતાવવા માટે મોદીએ કેસીઆરની પ્રશંસા કરી હતી. આવામાં નાયડુને ગુસ્સે કરવાનો આ એક સારી રીત હતી.બીજું કારણ સુનિશ્ચિત કરવાનું હતું કે તેલંગાણા, આંધ્રમાં સંભવિત ચુંટણી નુકશાનની ભરપાઇ કરે. જ્યાં બીજેપી પાસે ફક્ત બે સાંસદ છે. મોદીની પ્રશંસા એ સુનિશ્ચિત કરી શકે છે કે જો 2019 ચુંટણી પછી બીજેપીને થોડીક સીટો ઓછી પડે તો કેસીઆરના સમર્થનથી આવી જાય.

42 સેકન્ડની ક્લિપમાં મોદી કેસીઆરની પ્રશંસા કરી રહ્યા છે. ટીઆરએસના લોકો તેને સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહ્યા છે. એવા સમયે એ સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રીનું નિશાન યોગ્ય જગ્યાએ લાગ્યું છે. ભલે ટીઆરએસ લોકસભામાં મતદાનથી દૂર રહ્યું હોય પણ પીએમના આ ભાષણથી કેસીઆરના કદને આગળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. એવામાં જોવું રસપ્રદ રહેશે કે કેસીઆરના સહયોગી ઓવૈસી બીજેપી સાથે ચુંટણી પછી ગઠબંધનને લઈને શું પ્રતિક્રીયા આપે છે.

જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રીએ આ વર્ષે માર્ચમાં ગેર બીજેપી, ગૈર કોંગ્રેસના મોરચા પર પોતાનો મત રાખ્યો હતો તો લોકોને ત્યારે જ શંકા થવા લાગી હતી તે આ ફક્ત બીજેપીને મદદ કરવા માટે છે. કેસીઆર પોતે બેંગલુરુમાં એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહથી પણ દૂર રહ્યા હતા, જ્યાં વિપક્ષી ગુટના મોટા નેતા હાજર રહ્યા હતા.

અવિશ્વાસ પ્રસ્તાવમાં એ પણ જોયું કે કેવી રીતે એઆઈડીએમકેને તામિલનાડુમાં બીજેપીએ નજરઅંદાજ કરી દીધી છે. ટીઆરએસની વિરુદ્ધ તેના સાંસદોએ સરકાર માટે મતદાન કર્યું હતું. એ ન ભુલવું જોઈએ કે જયલલિતાએ 2014ની ચુંટણીમાં પોતાને પીએમ ઉમેદવાર તરીકે પ્રસ્તુત કર્યા હતા. જેના કારણે મોદી લહેર હોવા છતા તેની પાર્ટી 39 સીટોમાંથી 37માં જીતી ગઈ હતી.

એવું નથી કે એઆઈડીએમકે પાસે કેન્દ્ર સામે ફરિયાદનો પીટારો ન હતો. તેમના પ્રતિનિધિઓએ ભાષણ દરમિયાન ફરિયાદ અને માંગણીની એક લાંબી યાદી વાંચી હતી. પણ જ્યારે વોટ આપવાનો સમય આવ્યો તો તેઓ મોદીના પક્ષમાં ઉભા રહ્યા હતા. તે ભૂલી ગયા હતા કે બીજેપીએ કર્ણાટકમાં પોતાના રાજનિતીક હિતોને નારાજ ના કરવાના કારણે કાવેરી પ્રબંધન પ્રાધિકરણની રચનામાં મોડુ કર્યું હતું. તે ભુલી ગયા કે નીટના મુદ્દે કેન્દ્ર સાથે ખેંચતાણ થઈ હતી.

દબાણ બનાવવા માટે મુખ્યમંત્રી પલાનીસ્વામીના નજીકના વ્યક્તિ પર ઇન્કમ ટેક્સના છાપા પાડવામાં આવ્યા હતા. એઆઈડીએમકેને ખબર છે કે જો આંધ્રને વિશેષ દરજ્જો આપવામાં આવે તો તેના માટે નુકશાનકારણ રહેશે.

કોંગ્રેસ અને ડીએમકે પાસે લોકસભામાં સાંસદ નથી. તેમણે ટીડીપીના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. જેથી એઆઈડીએમકેને તેનો વિરોધ કરવાનું બહાનું મળી ગયું હતું. આવા સમયે તામિલનાડુમાં એઆઈડીએમકે અને બીજેપીની ટક્કર ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન સાથે થઈ શકે છે.

(લેખક વરિષ્ઠ પત્રકાર છે, આ તેમના અંગત વિચાર છે)
First published: July 21, 2018
વધુ વાંચો
अगली ख़बर