Analysis: જશ્ન-એ-આઝાદી પર મોદીએ લાલ કિલ્લા પરથી પાથરી ચૂંટણીની શેતરંજ!

News18 Gujarati
Updated: August 15, 2018, 2:02 PM IST
Analysis: જશ્ન-એ-આઝાદી પર મોદીએ લાલ કિલ્લા પરથી પાથરી ચૂંટણીની શેતરંજ!
સ્કૂલના બાળકો સાથે નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદીનું ભાષણનું ગરીબો, મહિલાઓ અને ખેડૂતો પર કેન્દ્રીત રહ્યું. આવું કરીને તેમણે ફરી એક વખત પોતાની જાતને આમ આદમી સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

  • Share this:
ભવદીપ કાંગ

72માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પાંચમી વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો અને દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું આપણે ક્યાંથી ચાલતા હતા તેના પર ધ્યાન નહીં રાખીએ તો ક્યાં ગયા હતા, કેટલે પહોંચ્યા છીએ તેનો અંદાજ નહીં લગાવી શકીએ. એટલા માટે 2013માં ભારતના વિકાસની જે ઝડપ હતી તેનો આધાર લેવામાં આવે તો આજે દેશમાં ઘણું કામ થયું છે. આપણે નવા સંકલ્પ સાથે આગળ વધવું પડશે. મોદીએ છેલ્લા ચાર વર્ષનો હિસાબ-કિતાબ રજૂ કરવાની સાથે સાથે 2019ની ચૂંટણી માટેનું બ્યુગલ પણ ફૂંકી દીધું હતું.

પોતાના ભાષણમાં મોદીએ સરકારની સફળતાઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે દેશ વિકાસ કરી રહ્યો છે. સાયન્સ, ટેક્નોલોજી, ઇકોનોમી ક્ષેત્રમાં દેશની ધાક બની રહી છે. વિપક્ષનું નામ લીધા વગર મોદીએ કહ્યું હતું કે એ 2013નું ભારત હતું, આ 2018નું ભારત છે. ચાર વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે. આ દેશ ક્યારેક ઝૂકશે, રોકાશે કે થાકશે નહીં. આવું કહીને મોદીએ વિપક્ષને સંદેશ આપી દીધો હતો કે તેઓ પાછા આવી રહ્યા છે.

પીએમ મોદીએ આ વખતે પણ પોતાના ભાષણમાં, ગરીબો, મહિલાઓ અને ખેડૂતો પર ફોકસ રાખ્યું હતું. આવું કરીને તેમણે ફરી એક વખત પોતાની જાતને આમ આદમી સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાને 2022 સુધી મનુષ્યને આકાશમાં મોકલવાની વાત કરી. ગામડાઓનો વિકાસ કરીને ખેડૂતોની આવક 2022 સુધી ડબલ કરવાની પોતાની વાતનો ફરી ઉલ્લેખ પણ કર્યો હતો.

મોદીએ કહ્યું કે દુનિયામાં આજે ભારતનું માન વધ્યું છે. વિશ્વના મંચ પર ભારતનો અવાજ મજબૂત થયો છે. આજે આપણે પર્યાવરણની ચિંતા કરનાર લોકોની આગેવાની કરી રહ્યા છીએ. ભારતના પાસપોર્ટની તાકાત વધી છે. વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ હિન્દુસ્તાની પર જ્યારે સંકટ આવે છે ત્યારે તેને વિશ્વાસ હોય છે કે મારી પડખે મારો દેશ ઉભો છે. આવું કહીને મોદીએ એવું પ્રતિત કરવાનો પ્રયાસ કર્યો કે સરકાર આમ આદમી માટે હંમેશા પ્રતિબદ્ધ છે. મોદીએ પોતાના કાર્યકાળમાં લેવામાં આવેલા નિર્ણયો જેવા કે જીએસટી, એમએસપી, વન રેન્ક વન પેન્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બદલાતા ભારતની તસવીર સામે રાખતા મોદીએ કહ્યું કે, તેમની સરકારે ગ્રામ્ય ક્ષેત્રમાં ઉત્તમ કામ કર્યું છે. પછી તે વીજળી પહોંચાડવાની વાત હોય, રાંધણ ગેસની હોય, શૌચાલયની હોય, રસ્તાઓનું નિર્માણ કરવાની હોય કે પછી સ્વાસ્થ્ય સુવિધાની હોય, એનડીએ સરકારે લોકોને આપેલા વચનો પૂરા કર્યા છે. નવું ભારત નવી સીમાઓને સ્પર્શી રહ્યું છે. મોદીએ ગર્વથી કહ્યું કે આ તમામ કામ છેલ્લા ચાર વર્ષમાં થયા છે. ગત યુપીએ સરકાર પર કટાક્ષ કરતા મોદીએ કહ્યુ કે અમે ગત સરકારની ગતિથી કામ કરતા તો આ કામો પૂરા થતા દસ વર્ષ લાગી જતા.(લેખલ વરિષ્ઠ પત્રકાર છે. આ વિચાર તેમના અંગત છે)
First published: August 15, 2018, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading