Home /News /india /

અભિનંદનની મૂછોને અમૂલે આપ્યું સન્માન, લોકો બોલ્યા - આ હશે આગામી ફેશન ટ્રેન્ડ

અભિનંદનની મૂછોને અમૂલે આપ્યું સન્માન, લોકો બોલ્યા - આ હશે આગામી ફેશન ટ્રેન્ડ

અભિનંદનની મૂછોને અમૂલે આપ્યું સન્માન, લોકો બોલ્યા - આ હશે આગામી ફેશન ટ્રેન્ડ

વિંગ કમાન્ડર અભિનંદનના ભારત પરત ફરવા પર અમૂલની નવી એડ આવી છે, જે મૂછોને લઈને બનાવી છે

    અમૂલ હંમેશા જાગૃતિ ફેલાય તેવી અને દિલને સ્પર્શી જાય તેવી એડ બનાવે છે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનના ભારત પરત ફરવા પર અમૂલની નવી એડ આવી છે, જે મૂછોને લઈને બનાવી છે.

    60 કલાક પાકિસ્તાનની કસ્ટડીમાં રહ્યા પછી શુક્રવારે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ભારત પરત ફર્યા હતા. ભારતમાં અભિનંદનનું જોરદાર સ્વાગત થયું હતું. લોકોએ પોસ્ટર, સુત્રોચ્ચારથી વીર પાયલોટનું ભારતની ધરતી ઉપર સ્વાગત કર્યું હતું. અભિનંદનની મૂછો ભારતીય સૈનિકની બહાદુરની પ્રતિક બની ગઈ છે. આ બધાની વચ્ચે ડેરી સમૂહ અમૂલની એડ બધાની ધ્યાન પોતાની તરફ ખેચી રહી છે.

    અમૂલે મૂછો ઉપર એક એડ બનાવી છે. 2 માર્ચે અમૂલે ટ્વિટર ઉપર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોની કેપ્શન છે #Amul Mooch:અમૂલ તરફથી અભિનંદન માટે. 24 કલાકની અંદર આ વીડિયોને 170,000 વ્યૂ અને 3000 લાઇક મળી છે.

    આ પણ વાંચો - પાકિસ્તાનમાં ભીડના મારથી અભિનંદનની પાસળીઓમાં ઇજા પહોંચી: રિપોર્ટ



    સોશિયલ મીડિયા ઉપર અમૂલની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકો તેને નવી ફેશન ટ્રેન્ડ ગણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સુરક્ષાદળોમાં મૂછોને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Abhinandan, Abhinandan Mooch, IAF pilot, IAF pilot Abhinandan, Twitter, અમૂલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन