Home /News /india /

પુલવામાં હુમલા પછી કાશ્મીરી છાત્રએ લખ્યું- How's the Jaish, AMU એ કાઢ્યો બહાર

પુલવામાં હુમલા પછી કાશ્મીરી છાત્રએ લખ્યું- How's the Jaish, AMU એ કાઢ્યો બહાર

પુલવામાં હુમલા પછી કાશ્મીરી છાત્રએ લખ્યું- How's the Jaish, AMU એ કાઢ્યો બહાર

પુલવામાંમાં ગુરુવારે થયેલા ફિદાયીન હુમલા પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના બીએસસીના વિદ્યાર્થીએ એક વિવાદિત ટ્વિટ કર્યું

    પુલવામાંમાં ગુરુવારે થયેલા ફિદાયીન હુમલા પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના બીએસસીના વિદ્યાર્થીએ એક વિવાદિત ટ્વિટ કર્યું હતું. કાશ્મીરી છાત્ર બસીમ હિલાલે હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. આ વિવાદિત ટ્વિટમાં તેણે આતંકી હુમલાનું સર્મથન કરતા લખ્યું હતું ‘હાઉ ઇઝ ધ જૈશ?, ગ્રેટ સર.’

    બસીમ હિલાલનું આ ટ્વિટ વાયરલ થતા જ યુપી પોલીસ અને સુરક્ષા એજન્સી સર્તક થઈ ગઈ હતી. આ પછી શુક્રવારે પોલીસે તેની સામે આઈપીસીની કલમ 153A અને આઈટી એક્ટની કલમ 67A પ્રમાણે કેસ કર્યો હતો. સાથે યુનિવર્સિટીએ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દીધો છે.

    આ પણ વાંચો - જમ્મુમાં કર્ફ્યૂ,હિંસાના ભયના પગલે લશ્કર તહેનાત, રાજનાથે શહીદોને કાંધ આપી

    વિવાદિત ટ્વિટમાં તેણે આતંકી હુમલાનું સર્મથન કરતા લખ્યું હતું ‘હાઉ ઇઝ ધ જૈશ?, ગ્રેટ સર.’


    એએમયુના પીઆરઓ ઓમર સલીમ પીરજાદાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમને બસીમ હિલાલના વિવાદાસ્પદ ટ્વિટ વિશે જાણકારી મળી છે. જેના પર તરત કાર્યવાહી કરતા તેને યુનિવર્સિટી પ્રશાસને સસ્પેન્ડ કરી દીધો છે. અમે નથી ઇચ્છતા કે યુનિવર્સિટીની છાપ ખરાબ થાય. આ પ્રકારના મામલામાં અમારું વલણ ઝીરો ટોલરન્સનું છે. છાત્ર કાશ્મીરનો રહેવાસી છે અને બીએસસી મેથમેટિક્સનો વિદ્યાર્થી હતો.

    કહેવાય છે કે આરોપી વિદ્યાર્થી હાલ અલીગઢમાં નથી. હજુ સુધી તેની ધરપકડ થઈ નથી. પોલીસ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં લાગી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: પુલવામા, પુલવામા એટેક

    આગામી સમાચાર