અમૃતસર ટ્રેન દુર્ઘટના: દશેરા કાર્યક્રમના મુખ્ય આયોજકો થયા અંડરગ્રાઉન્ડ

News18 Gujarati
Updated: October 21, 2018, 8:05 AM IST
અમૃતસર ટ્રેન દુર્ઘટના: દશેરા કાર્યક્રમના મુખ્ય આયોજકો થયા અંડરગ્રાઉન્ડ
રાવણ દહન જોવા માટે શુક્રવારની સાંજે રેલવેના પાટા પર ઉભેલા લોકો એક ટ્રેનની ચપેટમાં આવી ગયા જેમાં ઓછામાં ઓછા 60 લોકોનાં મોત નીપજ્યા છે.

આ દુર્ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ શનિવારે તેમના ઘર પર હુમલો કરી દીધો હતો. બારીઓનાં કાચ તોડી દીધા હતા અને પથ્થરમારો કર્યો હતો.

  • Share this:
પંજાબ સ્થિત અમૃતસરમાં દશેરા સમારોહના મુખ્ય આયોજક નગર નિગમ મંત્રી વિજય મદાન અને સૌરભ મદાન મિટ્ઠુ પોતાના પરિવારના અન્ય સભ્યોની સાથે અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે. રાવણ દહન જોવા માટે શુક્રવારની સાંજે રેલવેના પાટા પર ઉભેલા લોકો એક ટ્રેનની ચપેટમાં આવી ગયા જેમાં ઓછામાં ઓછા 60 લોકોનાં મોત નીપજ્યા છે.

પોલીસ પ્રમાણે આ દુર્ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ શનિવારે તેમના ઘર પર હુમલો કરી દીધો હતો. બારીઓનાં કાચ તોડી દીધા હતા અને પથ્થરમારો કર્યો હતો. જે પછી મદાન પરિવારના સભ્યો કોઇ અજ્ઞાત સ્થળે ફરાર થઇ ગયા હતા અને તેમને પોતાના મોબાઇલ પણ બંધ કરી દીધા હતા. તેમના ઘર પર હાલ પોલીસ દળને તહેનાત કરી દેવામાં આવ્યાં છે.

વિજય મદાન અમૃતસર પૂર્વ વિધાનસભા ક્ષેત્ર અંતર્ગત વોર્ડ નંબર 29ના સભ્ય છે.મદાન પરિવારના સભ્ય તે દશેરા કાર્યક્રમના મુખ્ય આયોજક હતા.

આ પણ વાંચો:અમૃતસર દુર્ઘટના : શું ઇમરજન્સી બ્રેક લગાવીને ડ્રાઇવર બચાવી શકતો હતો 60 લોકોના જીવ?

આ પણ વાંચો: PHOTOS: રાવણ દહન જોઈ રહેલા લોકોને ટ્રેને કચડ્યા, ચારેબાજુ પડી લાશો

નોંધનીય છે કે પંજાબના અમૃતસરમાં શુક્રવારે રાતે એક કરુણ ઘટના સામે આવી હતી. અહીં દશેરાના રાવણ દહનને નિહાળવા માટે એકઠા થયેલા લોકો પર એક ટ્રેન ફરી વળતા 60 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 70થી વધુ લોકો ઘવાયા છે. જેમાં કેટલાકના હાથ તો કેટલાકના પગ કપાયા છે. જે વિસ્તારમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું ત્યાં ટ્રેનના પાટા હતા, જેના પર ઉભા રહીને લોકો રાવણ દહનને નિહાળી રહ્યા હતા. એવામાં પુર ઝડપે આવેલી ટ્રેન પાટા પર જે લોકો ઉભા હતા તેમને કચડતી ગઇ હતી. જેને પગલે સ્થળ પર જ મોટી જાનહાની થઇ હતી.
First published: October 21, 2018, 8:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading