જાણો શું છે સંત નિરંકારી મિશન? જ્યાં થયો ગ્રેનેડ ધમાકો

News18 Gujarati
Updated: November 18, 2018, 6:36 PM IST
જાણો શું છે સંત નિરંકારી મિશન? જ્યાં થયો ગ્રેનેડ ધમાકો
જાણો શું છે સંત નિરંકારી મિશન? જેના સમાગમમાં થયો ધમાકો

પંજાબના અમૃતસરમાં નિરંકારી સમાગમમાં રવિવારે ગ્રેનેડ ધમાકો થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા

  • Share this:
પંજાબના અમૃતસરમાં નિરંકારી સમાગમમાં રવિવારે ગ્રેનેડ ધમાકો થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. નજરે જોનારના મતે બાઈક સવાર બે યુવકો ગ્રેનેડ ફેકીને ભાગતા જોવા મળ્યા હતા. આ હુમલા પછી દેશભરમાં નિરંકારી આશ્રમોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને દિલ્હીના બુરાડીમાં. તમને જણાવી રહ્યા છીએ કે સંત નિરંકારી મિશન શું છે?

સંત નિરંકારી મિશન કોઈ પ્રચલિત ધર્મ કે સંપ્રદાય નથી પણ એક આધ્યાત્મિક વિચારધારા છે. તેની શરુઆત 1929માં બાબા બુટા સિંહે પેશાવરમાં કરી હતી, જે હાલ પાકિસ્તાનમાં છે. ભાગલા સમયે 1948માં તેનો પાયો રાખવામાં આવ્યો હતો. તેનું મુખ્યાલય દિલ્હીમાં છે.

મિશનનો દાવો છે કે ભારતના 3000 કેન્દ્રો સહિત 27 દેશોમાં લગભગ 200 કેન્દ્રો પર તેના એક કરોડથી વધારે અનુયાયી છે. નિરંકારી મંડલ તરફથી બુરાડીમાં આવેલ મેદાનમાં દર વર્ષે નવેમ્બરમાં વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભારત સહિત દુનિયાભરના લાખો ભક્તો આવે છે.

આ પણ વાંચો - અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોના મોત

નિરંકારી મિશનના અત્યાર સુધી 6 ગુરુ થયા છે. જેના નામ છે સંત બાબા બુટા સિંહ, અવતાર સિંહ, બાબા ગુરુબચન સિંહ, બાબા હરદેવ સિંહ, માતા સવિંદર હરદેવ અને માતા સુદીક્ષા. વર્તમાનમાં બાબા હરદેવ સિંહની પુત્રી સુદીક્ષા આ સંગઠનની પ્રમુખ છે. સંત નિરંકારી મિશન ઘણા સામાજીક કાર્યોમાં સક્રીય છે.

તેની સાથે જોડાયેલ લોકોનું કહેવું છે કે આ મિશન ના તો પોતાને ધર્મ માને છે કે ના કોઈ ધર્મ સાથે જોડાયેલ સમુદાય. શિખ ધર્મમાં ગુરુવાણી એટલે કે ગુરુગ્રંથ સાહિબને સર્વોચ્ચ ગુરુ માનવામાં આવે છે. જોકે તેની મુખ્ય ધારાથી અલગ થઈને 19મી સદીની શરુઆતમાં જીવિત ગુરુને પણ સર્વોચ્ચે દરજ્જો આપવા માટે નિરંકારી આંદોલનની શરુઆત થઈ હતી. આ આંદોલનથી સંત નિરંકારી મિશનનો જન્મ થયો હતો.
Published by: Ashish Goyal
First published: November 18, 2018, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading