સપા-બસપાના કારણે ઉત્તર પ્રદેશની સહકારિતાને ઉધઈ લાગી ગઈઃ અમિત શાહ

સહકારિતા સમિતિઓ દ્વારા કિસાનોને વધારે લાભ આપવાનું કામ નરેન્દ્ર મોદી જી ની સરકાર કરી રહી છે

News18 Gujarati
Updated: February 23, 2019, 9:27 PM IST
સપા-બસપાના કારણે ઉત્તર પ્રદેશની સહકારિતાને ઉધઈ લાગી ગઈઃ અમિત શાહ
સપા-બસપાના કારણે ઉત્તર પ્રદેશની સહકારિતાને ઉધઈ લાગી ગઈઃ અમિત શાહ
News18 Gujarati
Updated: February 23, 2019, 9:27 PM IST
ભાજપા પ્રમુખ અમિત શાહે લખનઉમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ અને સપા-બસપા પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસે 55 વર્ષ સુધી શાસન કર્યું છે અને ખેડૂતોને લોનના ભારે તળે દબાવી દીધા છે. દેશમાં ખેડુતોની ખરાબ સ્થિતિ કોંગ્રેસની સરકારોને કારણે થઈ છે. મોદી સરકારે કિંમતોનું સ્વાવલંબન, પાણીનું સ્વાવલંબન, ટેકનિકનું સ્વાવલંબન, મુદ્રાનું સ્વાવલંબન અને આર્થિક સ્વાવલંબન આ 5 સુત્રોના આધારે કૃષિ કલ્યાણની નીતિને આગળ વધારી છે. કૃષિ રુણને 70% સુધી વધારવા અને બેન્કોના દરવાજા ખેડુતો માટે ખોલવાનું કામ મોદી સરકારે કર્યું છે.

અમિત શાહે કહ્યું હતું કે સપા-બસપાના કારણે ઉત્તર પ્રદેશની સહકારિતાને ઉધઈ લાગી ગઈ છે. સહકારિતા સમિતિઓ દ્વારા કિસાનોને વધારે લાભ આપવાનું કામ નરેન્દ્ર મોદી જી ની સરકાર કરી રહી છે. સોનિયા-મનમોહનની સરકાર સમયે સહકારિતાના માધ્યમથી કિસાનોને ફક્ત 23 હજાર 635 કરોડ રુપિયા આપ્યા હતા. જ્યારે મોદી સરકાર દ્વારા સહકારિતાના માધ્યમથી 73 હજાર 51 કરોડ રુપિયાની ધનરાશિ વિતરણ કરવામાં આવી છે. સહકારિતાના સંસ્કારને જીવિત કરવાનું કામ ભાજપા કાર્યકર્તાઓએ કરવાનું છે.
First published: February 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...