ત્રણ તલાક કાનૂન પર અમિત શાહ બોલ્યા - વોટ બેન્ક માટે થયો વિરોધ

News18 Gujarati
Updated: August 18, 2019, 8:25 PM IST
ત્રણ તલાક કાનૂન પર અમિત શાહ બોલ્યા - વોટ બેન્ક માટે થયો વિરોધ
ત્રણ તલાક કાનૂન પર અમિત શાહ બોલ્યા - વોટ બેન્ક માટે થયો વિરોધ

કેટલીક રાજનીતિક પાર્ટીઓને વોટ બેન્કની આદત પડી ગઈ છે - અમિત શાહ

  • Share this:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબમાં ત્રણ તલાક પર એક કાર્યક્રમ સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે વોટ બેન્ક માટે ત્રણ તલાક બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો.

અમિત શાહે કહ્યું હતું કે કેટલીક રાજનીતિક પાર્ટીઓને વોટ બેન્કની આદત પડી ગઈ છે. તૃષ્ટિકરણની રાજનીતિના કારણે આટલા વર્ષો સુધી ત્રણ તલાક ચાલતા રહ્યા હતા. જ્યારે આપણે આખા સમાજની પરિકલ્પના લઈને ચાલીએ છીએ તો આપણે સંવેદનાઓ વિશે વિચાર કરવો પડે છે.

અમિત શાહે કહ્યું હતું કે ઘણા લોકો બીજેપી સરકાર ઉપર આરોપ લગાવે છે કે આ કામ મુસ્લિમ વિરોધી છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ કામ ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજના ફાયદા માટે છે. નારીને ભગવાને જે સમાનતાનો અધિકાર આપ્યો છે, આ ત્રણ તલાક કાનૂન તેને જ સ્થાપિત કરે છે. જો આજે પણ આપણે આ ના કર્યું હોત તો દુનિયા સામે ભારત ઉપર ઘણો મોટો ડાઘ હોત.

આ પણ વાંચો - બાબરના વંશજે કહ્યું - રામ મંદિર બનશે તો પાયા માટે સોનાની ઇટ આપશેઘણા પહેલા શરુ થઈ હતી લડાઇગૃહ મંત્રીએ કહ્યું હતું કે આ લડાઇ આજની નથી. આ કુપ્રથા સામે મુસ્લિમ માતાઓએ ઘણા વર્ષો પહેલા લડાઈ શરુ કરી હતી. ઇન્દોરની રહેવાસી શાહ બાનો જીને ત્રણ તલાક આપી દીધા હતા. તેમણે સુપ્રીમ કોર્ટ સુધી ન્યાયની લડાઇ લડી હતી.

કોંગ્રેસ ઉપર પ્રહાર
અમિત શાહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 23 એપ્રિલ 1985ના રોજ શાહ બાનો જી ના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. તે સમયે 400ના બહુમત સાથે શ્રી રાજીવ ગાંધી શાસન કરી રહ્યા હતા. તે દિવસ સંસદના ઇતિહાસનો કાળો દિવસ માનવામાં આવશે. વોટ બેન્કના દબાણમાં આવીને રાજીવ ગાંધીએ કાનૂન બનાવી સુપ્રીમ કોર્ટના નિર્ણયને નિરસ્ત કરીને ત્રણ તલાકને મુસ્લિમ મહિલાઓ ઉપર થોપી દીધો હતો.
First published: August 18, 2019
વધુ વાંચો
अगली ख़बर