Home /News /india /વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણની હાર, મોદીના વિકાસવાદની જીત: અમિત શાહ

વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણની હાર, મોદીના વિકાસવાદની જીત: અમિત શાહ

શાહે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે કોંગ્રેસ જાતિવાદી તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણની હાર થઈ અને મોદીના વિકાસવાદની જીત થઈ છે.

શાહે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે કોંગ્રેસ જાતિવાદી તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણની હાર થઈ અને મોદીના વિકાસવાદની જીત થઈ છે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપને બહુમતી મળતા ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને ભાજપને મળેલી જીતને વધાવી હતી. સાથે જ અમિત શાહે કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું.

    શાહે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે કોંગ્રેસ જાતિવાદી તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણની હાર થઈ અને મોદીના વિકાસવાદની જીત થઈ છે. આ સાથે જ કહ્યું કે કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવડિયા સહિત તમામ હાર્યા છે. કોંગ્રેસ આઉટ સોર્સિગથી ચૂંટણી લડી અને એકદમ નીચલા સ્તરનો પ્રચાર કર્યો.

    અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં છઠ્ઠી વખત ભાજપની સરકાર બનાવીશું. અને 2022 માટે મોદીનું લક્ષ્ય સફળ બનાવીશું. સાથે જ 2019માં ફરી પીએમ મોદીના નેતૃત્વ હેઠળ જીત મેળવીશું.

    70 વર્ષ બાદ લોકતંત્રમાં મોટો ફેરફાર થયો છે. દેશનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. તો 14 રાજ્યમાં ભાજપની સરકાર છે. ત્યારે હું ગુજરાત અને હિમાચલની પ્રજાને અભિનંદન પાઠવું છું. જનતાનો નિર્ણય શિરોમાન્ય છે. શાહે કહ્યું કે હવે ભાજપનુંલક્ષ્ય કર્ણાટક છે. સાથ જ કહ્યું કે ભાજપ માટે આનંદનો દિવસ છે. સુરત અને મહેસાણામાં સારા માર્જીનથી જીત મળી છે.
    First published:

    Tags: Amit shah, Pc, Press Conference