અમિત શાહે લીધા શપથ, મોદી સરકારમાં બની શકે છે નાણાં મંત્રી

અમિત શાહે લીધા શપથ, મોદી સરકારમાં બની શકે છે વિત્ત મંત્રી

છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં NDAને પ્રચંડ બહુમત અપાવનાર અમિત શાહ મોદી કેબિનેટમાં મહત્વના સભ્ય હશે

 • Share this:
  BJP અધ્યક્ષ અમિત શાહે મોદી મંત્રીમંડળમાં શપથ ગ્રહણ કર્યા છે. તેમને મોદી સરકારમાં નાણાં મંત્રીનો કાર્યભાર આપવામાં આવી શકે છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં NDAને પ્રચંડ બહુમત અપાવનાર અમિત શાહ મોદી કેબિનેટમાં મહત્વના સભ્ય હશે.

  ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂક્યા છે અમિત શાહ
  અમિત શાહ ગુજરાતના ગૃહ મંત્રી રહી ચૂક્યા છે. 2002માં અમિત શાહના સારા કામોને જોતા તેમને ગૃહ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું હતું. આ પછી 2007માં પણ અમિત શાહ ગુજરાત કેબિનેટમાં રહ્યા હતા. તેમને ગૃહ મંત્રાલયની સાથે-સાથે ટ્રાન્સપોર્ટ, સંસદીય કાર્ય, લો અને એક્સસાઇજ ડિપાર્ટમેન્ટનો કાર્યભાર સોપ્યો હતો.

  આ પણ વાંચો - ‘હું નરેન્દ્ર દામોદરદાસ મોદી ઇશ્વરની શપથ લઉં છું કે...’, જાણો કેવી લેવાય છે શપથ

  અરુણ જેટલી છે બિમાર

  ગત વખતે મોદી સરકારમાં નાણાં મંત્રી રહેલા અરુણ જેટલી આ વખતે કોઇ મંત્રાલયની જવાબદારી ઉઠાવવા તૈયાર નથી. પોતાના ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપી જેટલીએ પીએમ નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને કહ્યું હતું કે છેલ્લા 18 મહિનાથી બિમારીથી પીડિત છું. ચૂંટણી પૂરી થયા પછી જ્યારે તમે કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે મેં તમને ઔપચારિક રીતે કહ્યું હતું કે સ્થાસ્થ્ય કારણોથી આગળ કોઈ જવાબદારી સંભાળવા અસમર્થ રહીશ.
  Published by:Ashish Goyal
  First published: