Home /News /india /

અમિત શાહ બોલ્યા - PMએ દેશને સુરક્ષિત કર્યો, સિદ્ધુ પાક સમર્થક છે તો ત્યાં જાય

અમિત શાહ બોલ્યા - PMએ દેશને સુરક્ષિત કર્યો, સિદ્ધુ પાક સમર્થક છે તો ત્યાં જાય

અમિત શાહ બોલ્યો - PMએ દેશને સુરક્ષિત કર્યો, સિદ્ધુ પાક સમર્થક છે તો ત્યાં જાય

દેશમાં જ્યાં પણ જાવ ત્યાં મોદી-મોદીના નારા સાંભળવા મળે છે -અમિત શાહ

    ભારતીય જનતા પાર્ટી(BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે પંજાબના પઠાનકોટમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે દેશમાં જ્યાં પણ જાવ ત્યાં મોદી-મોદીના નારા સાંભળવા મળે છે. તેમાં એ સ્પષ્ટ થાય છે કે આગામી સરકાર નરેન્દ્ર મોદીની જ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.

    ભાજપા પ્રમુખે કહ્યું હતું કે સિદ્ધુ પાકિસ્તાનના સમર્થક છે. તે પાકિસ્તાન જઈને ત્યાંના આર્મી ચીફને ભેટે છે અને આતંકી હુમલાને લઈને પાકિસ્તાનના પક્ષમાં નિવેદન કરે છે. જો સિદ્ધુને પાકિસ્તાન આટલું બધું પસંદ છે તો તે પંજાબ છોડીને પાકિસ્તાન જ ચાલ્યો જાય.

    આ પણ વાંચો - પીએમ મોદી સામે નામાંકન કરનાર તેજ બહાદુરનો દારુ પીતો Video વાયરલ

    અમિત શાહે કહ્યું હતું કે પુલવામામાં આતંકી હુમલો થયો હતો. જેમાં દેશના 40 જવાન શહીદ થયા હતા. જ્યારે અહીંના એક મંત્રી ( નવજોત સિંહ સિદ્ધુ )કહે છે કે આતંકવાદનો કોઈ દેશ ના હોય. તેણે પંજાબ સીમા વટાવીને પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ અને ત્યાં જ રહેવું જોઈએ.

    પઠાનકોટ ગુરદાસપુર લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવે છે. જ્યાં બીજેપીએ બોલિવુડ અભિનેતા સની દેઓલને ટિકિટ આપી છે. હાલ અહીંથી કોંગ્રેસના સુનીલ જાખડ સાંસદ છે. ગુરદાસપુરથી દિવંગત બોલિવુડ અભિનેતા વિનોદ ખન્ના ચાર વખત સાસંદ રહી ચૂક્યા છે.

    અહીં જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે સની દેઓલ વિનોદ ખન્નાના અધુરા સપના પૂરા કરવા માટે અહીં આવ્યા છે. અમિત શાહની આ રેલીમાં શિરોમણી અકાલી દળના મુખીયા સુખબીર સિંહ બાદલ, ગુરદાસપુરથી બીજેપી ઉમેદવાર સની દેઓલ, પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્વેત મલિક હાજર રહ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Elections 2019, Lok sabha election 2019, Navjot Singh Sidhu, Pathankot, અમિત શાહ, પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन