Home /News /india /

ટ્રમ્પના આ નવા નિયમથી હજારો ભારતીયોને છોડવું પડશે અમેરિકા!

ટ્રમ્પના આ નવા નિયમથી હજારો ભારતીયોને છોડવું પડશે અમેરિકા!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણયોથી લોકોને સતત ચોંકાવતા રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાએ 'ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરીટી' ની સાથે મેમોમાં એક પ્રસ્તાવ મુક્યો છે. જેમાં એવા લોકો જેમના ગ્રીન કાર્ડ અટકેલા છે તેમને એચ-વનબી વિઝા રાખવાથી રોકી શકે છે. જેના કારણે વધારે સંખ્યામાં ભારતીયોને અમેરિકા છોડવું પડે છે.

આ નવા કાયદાથી આઈટી સેક્ટરમાં કામ કરનાર ભારતીય સૌથી વધારે પ્રભાવિત થશે. અત્યારના સમયમાં ગ્રીન કાર્ડ અરજી અટકી હોવાનું કારણ તેમને 2-3 વર્ષ માટે H-1B માન્યતા વધારવા માટેની અનુમતિ મળી છે. જો આ નિયમ લાગૂ થઈ જાય છે તો 50થી 75 હજાર ભારતીયોને અમેરિકા છોડવુ પડી શકે છે.

જણાવી દઈએ કે અમેરિકા દર વર્ષે 85 હજાર નોન-ઈમિગ્રેંટ H-1B વિઝા જ્યારે 65 હજાર વિદેશીઓને વિદેશોમાં નિયુક્ત અને અમેરિકાની સ્કૂલ-કોલેજોના એડવાન્સ ડિગ્રી કોર્સીસમાં દાખલ કરવા માટે 20 હજાર વિઝા જારી કરે છે. જેમાં 70 ટકા જ ભારતીયોને મળે છે.
First published:

Tags: Donald trump, Indian, અમેરિકા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन