Home /News /india /પહલુ ખાન પર ચાર્જશીટ, ગેહલોતે કહ્યું - બીજેપી સરકારે કરાવી હતી તપાસ

પહલુ ખાન પર ચાર્જશીટ, ગેહલોતે કહ્યું - બીજેપી સરકારે કરાવી હતી તપાસ

પહલુ ખાન પર ચાર્જશીટ, ગેહલોતે કહ્યું - બીજેપી સરકારે કરાવી હતી તપાસ

રાજસ્થાનના અલવરમાં બે વર્ષ પહેલા ગોતસ્કરીના આરોપી પહલુ ખાન ની ભીડ દ્વારા મારપીટ અને પછી હોસ્પિટલમાં થયેલા મોતનો મામલો ફરી ગરમાયો

    રાજસ્થાનના અલવરમાં બે વર્ષ પહેલા ગોતસ્કરીના આરોપી પહલુ ખાન ની ભીડ દ્વારા મારપીટ અને પછી હોસ્પિટલમાં થયેલા મોતનો મામલો ફરી ગરમાયો છે. પોલીસ તરફથી કોર્ટમાં રજુ કરેલી ચાર્જશીટમાં પહલુ ખાન અને તેના બે પુત્રોને ગોતસ્કરીના આરોપી બનાવ્યા છે. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે કહ્યું હતું કે મામલાની તપાસ આ પહેલાની સરકારમાં થઈ હતી અને તપાસ પૂરી થયા પછી ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જો તપાસમાં કોઈ ગોટાળો જણાશે તો અમે ફરીથી તપાસ કરાવીશું. ગુનેગારોને છોડીશું નહીં.

    ગેહલોતે કહ્યું હતું કે આ મામલામાં પાછલી સરકારમાં તપાસ થઈ હતી. તપાસ પૂરી કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી છે. આ ઘટનાની પૂરી તપાસ બીજેપીના રાજમાં થઈ હતી. એવા તત્વો જે કાયદો તોડે છે, ગૌવંશના નામે હત્યા કરી નાખે છે. અમે તેની ટિકા કરીએ છીએ. અમે આવા અપરાધીને છોડીશું નહીં.

    આ પણ વાંચો - એક રેશન કાર્ડથી દેશની કોઇપણ દુકાનમાંથી લઇ શકો છો અનાજ

    બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષે કહ્યું - કોંગ્રેસ શ્રેય લઈ રહી છે
    બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ જ્ઞાનદેવ આહુજાએ બે વર્ષ પહેલા અલવરમાં મોબ લિચિંગનો શિકાર થયેલા પહલુ ખા મામલામાં કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો છે. આહુજાએ કહ્યું હતું કે પહલુ ખાન, તેનો ભાઈ અને પુત્ર અપરાધી હતા અને ગૌતસ્કરીમાં સંડોવાયેલા હતા. સ્થાનિય લોકોએ પહલુ ખાન ની તે ગાડીને રોકી હતી જેમાં ગાયોની તસ્કરી કરવામાં આવી રહી હતી. સ્થાનિક લોકોએ તેની પિટાઈ કરી ન હતી. તેનું મોત પોલીસ કસ્ટડીમાં થયું હતું. કોંગ્રેસે ત્યારે પરિવારને આર્થિક સહાયતા આપી હતી અને હવે તેની સામે ચાર્જશીટ દાખલ કરીને શ્રેય લઈ રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Alwar, Ashok Gehlot, Mob lynching

    विज्ञापन
    विज्ञापन