Home /News /india /2019માં બસપા સાથે ગઠબંધન કરીશુંઃ રાહુલ ગાંધી

2019માં બસપા સાથે ગઠબંધન કરીશુંઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી જિંદગીમાં કોઈ ખાસ વ્યક્તિ છે, ત્યારે રાહુલે જવાબ આપતા કહ્યું કે મારી જિંદગીમાં ઘણા એવા લોકો છે જે મારા માટે ખાસ છે.

  નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ શુક્રવારે હિન્દુસ્તાન કોન્કલેવમાં બોલતા ભારતની વિદેશ નીતિ સહિત અનેક ઘરેલું મુદ્દાઓ પર વાચતીચ કરી હતી. વડાપ્રધાન પદની દાવેદારીથી લઈને પાડોશીઓ સાથે કેવા સંબંધો હોવા જોઈએ તેના વિશે રાહુલ ગાંધીએ વિસ્તારથી વાતચીત કરી હતી.

  રાહુલ ગાંધીએ શું કહ્યું?

  - કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપીના શાસનમાં જીએસટીએ આખી અર્થવ્યવસ્થાને હચમચાવી નાખી છે.
  - રાહુલે કહ્યું કે અમે 2019ની લોકસભાની ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીશું.
  - જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી જિંદગીમાં કોઈ ખાસ વ્યક્તિ છે, ત્યારે રાહુલે જવાબ આપતા કહ્યું કે મારી જિંદગીમાં ઘણા એવા લોકો છે જે મારા માટે ખાસ છે.
  - ભારતની વિદેશ નીતિમાં અનેક ક્ષતિઓ રહેલી છે. ખેડૂતો અને મોટા ઉદ્યોગોએ એક સાથે આવવું જોઈએ.

  આ પણ વાંચોઃ પ્રાર્થના સભામાં સામેલ થયા સોનિયા અને રાહુલ ગાંધી, જાતે વાસણ પણ ધોયા

  - શિક્ષણના ક્ષેત્રમાં રોકાણ કરવાનું જરૂર છે. અનેક ક્ષેત્રોમાં સંભાવના રહેલી છે પરંતુ આ માટે યોગ્ય રણનીતિ ઘડવી પડશે.
  - પાકિસ્તાન ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ ચલાવે છે. આ માટે તેની સાથે આપણે બીજી રણનીતિ અપનાવવી જોઈએ. અન્ય પાડોશી દેશો સાથે વાતચીતનો ઘણો અવકાશ છે.
  - છેલ્લા 20 વર્ષમાં બેરોજગારી રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચી ગઈ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: 2019 election, Alliance, BSP, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन