ન્યાય સ્કીમ પર હાઇકોર્ટની કોંગ્રેસને નોટિસ, કહ્યું -આને ગરીબોને લાંચ આપવી કેમ ન સમજીએ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

કોંગ્રેસ પાર્ટી અને ચૂંટણી પંચને જવાબ દાખલ કરવા માટે કોર્ટે બે સપ્તાહનો સમય આપ્યો

 • Share this:
  કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી માટે ઘોષણાપત્રમાં જાહેર કરાયેલ ન્યાય યોજનાનો વાયદો પાર્ટી માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટે શુક્રવારે એક અરજીની સુનાવણી કરતા કોંગ્રેસ પાર્ટીને નોટિસ જાહેર કરતા પુછયું છે કે આ વાયદાને ગરીબોને લાંચ આપવા જેવો કેમ ન માનવામાં આવે?

  હાઇકોર્ટના વકીલ મોહિત કુમાર દ્વારા દાખલ કરાયેલી જનહિત અરજીની સુનાવણી કરતા અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર અને જસ્ટિસ એસએમ શમેશેરીની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે આ પ્રકારની જાહેરાત વોટરોને લાંચ આપવાની કેટેગરીમાં કેમ નથી? પાર્ટી સામે પ્રતિબંધ કે બીજી કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવે? કોર્ટે આ મામલામાં ચૂંટણી પંચ પાસેથી પણ જવાબ માંગ્યો છે. કોંગ્રેસ પાર્ટી અને ચૂંટણી પંચને જવાબ દાખલ કરવા માટે કોર્ટે બે સપ્તાહનો સમય આપ્યો છે. કોર્ટે માન્યું છે કે આ પ્રકારની જાહેરાત લાંચ અને વોટરોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન છે.

  આ પણ વાંચો - હાર્દિક પર હુમલો કરનારના ઘરે પોલીસ બંદોબસ્ત, પિતાએ કહ્યું- 'પુત્ર અમારા સંપર્કમાં નથી'

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં ગરીબો માટે વાર્ષિક 72 હજાર રુપિયા આવક સુનિશ્ચિત કરવાનો વાયદો કર્યો છે. કોંગ્રેસે આ યોજનાને ન્યાય યોજનાનું નામ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીના બધા જ નેતા પોતાના ચૂંટણી પ્રચારમાં આ યોજનાનો ઘણો પ્રચાર કરી રહ્યા છે.

  આ યોજનામાં કોંગ્રેશ દેશના 20 કરોડ ગરીબોના ખાતામાં 6 હજાર રુપિયા આપીને તેમને ગરીબી રેખાથી બહાર લાવવાનો દાવો કરી રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: