ફોઈ નંબર-1 : 8 શહેરોના નામ બદલાનારી મોદી સરકારનું નવું નામાભિધાન!

News18 Gujarati
Updated: October 18, 2018, 7:41 AM IST
ફોઈ નંબર-1 : 8 શહેરોના નામ બદલાનારી મોદી સરકારનું નવું નામાભિધાન!
allahabad

ભાજપ સરકારે અત્યાર સુધીમાં કુલ 8 શહેરોના નામ બદલ્યા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :

ભાજપ જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી તેણે "ફોઈ" બનીને શહેરોના નામને બદલવાની વાતને કંઇક વધુ પડતી ગંભીરતાથી જ લીધી છે. ભાજપ સરકારે સત્તામાં આવ્યા પછી કુલ 8 શહેરોના નામ બદલ્યા છે. આમ તે શહેરોના નામ બદલવામાં સૌથી આગળ પડતી સરકાર બની ગઇ છે. 2014માં સત્તામાં આવ્યા પછી તેણે બેંગલોર અને હુબલીની જોડણીમાં ફેરફાર કરી હુબલી અને બેંગલુરુ કર્યા પછી મેંગલોરને મેંગલુરુ કર્યું. અને હાલ તેને અલ્હાબાદનું નામ બદલી પ્રયાગરાજ કર્યું છે.

હવે સવાલ એ ઊભો થયા છે કે અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાથી કે પછી અન્ય કોઇ પણ શહેરનું નામ બદલવાથી જે તે શહેર કે પછી ત્યાંના રહેવાસીઓને કોઇ ફાયદો થાય છે?ટ્વિટર પણ પણ અનેક લોકોએ અલ્હાબાદ અને સંગમના ગંદીકી ભરેલા સ્થળોના ફોટો ટ્વિટ કરીને આ જ સવાલ કર્યો છે. જો કે તેમ છતાં યોગી સરકાર તેના આ નિર્ણય પર અટલ છે.

new names for old city
new names for old city


જો કે આ પહેલા પણ યોગી સરકારે જ્યારે મુઘલસરાઈ રેલ્વે સ્ટેશનનું નામ બદલી દીન દયાલ ઉપાધ્યાય એટલે કે ડીડીયૂ સ્ટેશન કર્યું હતું ત્યારે તેમની પર દરેક નામનું ભગવાકરણ કરવાનો આરોપ લાગ્યો હતો. આ પહેલા 1995માં બોમ્બેનું નામ મુંબઇ કરતા પણ આ જ સવાલ ઊભા થયા હતા કે નામમાં શું રાખ્યું છે?જ્યારે આ સમગ્ર વાત સામાન્ય માણસના દ્રષ્ટ્રિકોણથી જોવા જઇએ છીએ તો નામમાં ધણું રાખ્યું છે. તમે એક સામાન્ય કે અભણ માણસ, જે આજ દિવસ સુધી અલ્હાબાદ જ જતો હતો તેને કહો કે પ્રયાગ આવી ગયું તેનો તો તેમ જ લાગશે કે તમે તેની મજાક ઉડાવો છો! નામ બદલાતા અને જે તે નામને યુઝ ટુ થતાં ચોક્કસથી સમય લાગે છે. અને ધણીવાર બંને નામ ચાલે છે જેમ કે વડોદરા અને બરોડા કે પછી બોમ્બે અને મુંબઇ.
First published: October 17, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...