પાકિસ્તાનની પેદાશ છે ચક્રવાતી તોફાન ‘તિતલી’, જાણો કેવી રીતે

લોકોના મનમાં એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે જ્યારે આ તોફાન આટલું ભયાનક છે તો તેનું નામ ‘તિતલી’કેમ રાખવામાં આવ્યું છે?

News18 Gujarati
Updated: October 11, 2018, 5:16 PM IST
પાકિસ્તાનની પેદાશ છે ચક્રવાતી તોફાન ‘તિતલી’, જાણો કેવી રીતે
ઓરિસ્સામાં ચક્રવાતી તોફાન ‘તિતલી’એ હાહાકાર મચાવ્યો છે
News18 Gujarati
Updated: October 11, 2018, 5:16 PM IST
ઓરિસ્સામાં જે ચક્રવાતી તોફાન ‘તિતલી’એ હાહાકાર મચાવ્યો છે તે આપણા પાડોશી દેશ પાકિસ્તાનની પેદાશ છે. પાકિસ્તાને આ ચક્રવાતી તોફાનનું નામ ‘તિતલી’રાખ્યું છે. ‘તિતલી’ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશ સુધી પહોંચી ગયું છે. બંને રાજ્યોના તટીય વિસ્તારમાં ભારે વરસાદ અને ભુસ્ખલનના સમાચાર આવી રહ્યા છે. તોફાનના કારણે કાચા ઘર, વૃક્ષો અને વિજળીના થાંભલા પડી જવાના કારણે ઘણા રસ્તોઓ બંધ થઈ ગયા છે.

લોકોના મનમાં એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે જ્યારે આ તોફાન આટલું ભયાનક છે તો તેનું નામ ‘તિતલી’કેમ રાખવામાં આવ્યું છે? જ્યારે તિતલી તો સાવ નાજુક હોય છે. આવો તમને જણાવી દઈએ આ તોફાનોના નામ કેવી રીતે પાડવામાં આવે છે અને શું છે પ્રક્રિયા.

તોફાનોના નામ રાખવાની શરૂઆત

હિંદ મહાસાગરમાં આવનાર તોફાનોના નામ આ ક્ષેત્રના 8 દેશ ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ રાખે છે. 2000માં નામ રાખવાની પરંપરા શરૂ થઈ હતી. 2004માં બધા દેશો વચ્ચે તોફાનોના નામ રાખવાને લઈને સહમતી બની હતી. કુલ 64 નામ પસંદ કરવામાં આવ્યા હતા. આ બધા 8 દેશો તરફથી 8 નામો પસંદ કરવામાં આવ્યા હતા. આ નામોની યાદી World Meteorological Organization (WMO) પાસે સુરક્ષિત છે. આ સંગઠનનું મુખ્ય કાર્યાલય જીનેવામાં છે. હિન્દ ક્ષેત્રમાં તોફાન આવવા પર WMO સીરિયલના આધારે આ લિસ્ટમાં આવનાર તોફાનનું નામ રાખી દેશે.

તિતલીનો તરખાટઃ ભારે પવનના કારણે વીજળીના થાંભલા ઉખડ્યા, કાચા મકાનો ઉપર આફત

ભારત તરફથી 8 નામોમાં અગ્નિ, આકાશ, વિજળી, જળ, લહર, મેઘ, સાગર અને વાયુ આપવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી ફાનુસ, લૈલા, નલમ, વરદાહ, તિતલી અને બુલબુલ સિવાય 2 બીજા નામો આપવામાં આવ્યા છે. આ વખતે તિતલી તોફાનનું નામ પાકિસ્તાને આપ્યું છે. જ્યારે આ પહેલા મે માં જે તોફાન ઓખી આવ્યું હતું તેને બાંગ્લાદેશ તરફથી નામ આપવામાં આવ્યું હતું.
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...