CJI દીપક મિશ્રા પર લાગી ચૂક્યા છે આ 4 મોટા આરોપ

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનાં કેટલાંક નિર્ણય ઘણાં જ પ્રગતિવાદી માનવામાં આવે છે તો કેટલાંક ખુબજ પ્રતિગામી.

News18 Gujarati
Updated: January 12, 2018, 3:30 PM IST
CJI દીપક મિશ્રા પર લાગી ચૂક્યા છે આ 4 મોટા આરોપ
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનાં કેટલાંક નિર્ણય ઘણાં જ પ્રગતિવાદી માનવામાં આવે છે તો કેટલાંક ખુબજ પ્રતિગામી.
News18 Gujarati
Updated: January 12, 2018, 3:30 PM IST
નવી દિલ્હી: જસ્ટિસ જેએસ ખેહરનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ દેશનાં 45માં મુખ્ય ન્યાયાધીશ બનેલા દીપક મિશ્રા CJI બનનારા ઓડિશાનાં ત્રીજા ન્યાયધીશ છે. તેમની પહેલાં ઓડિશાનાં ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા અને ન્યાયમૂર્તિ જીબી પટનાયક પણ CJI રહી ચુક્યા છે.

જજ તરીકે દીપક મિશ્રાનાં કાર્યકાળમાં ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. તેમનાં કેટલાંક નિર્ણય ઘણાં જ પ્રગતિવાદી માનવામાં આવે છે તો કેટલાંક ખુબજ પ્રતિગામી. કેટલાંક નિર્ણયને કારણે તેમનાં વખાણ થયા તો કેટલાંક નિર્ણય પર તેમનાં પર ગંભીર આરોપો પણ લાગ્યા. તો ચાલો જાણીએ જસ્ટિસ દીપક મિશ્રા પર લાગેલા કેટલાંક ગંભીર આરોપો વીશે.

1. છેતરપીંડી કરી જમીન પચાવવાનો મામલો
દીપક મિશ્રાએ વકિલાતની શરૂઆતનાં દિવસોમાં વર્ષ 1979 દરમિયાન ઓડિશા સરકારે જમીન વગરનાં ખેડુતો માટે એક યોજના શરૂ કરી હતી. જે હેઠળ ખેડુતોએ બે એકર જમીન લીઝ પર આપવાની હતી. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે દીપક મિશ્રાએ એક શપથપત્ર આપ્યો હતો. જેમાં લખ્યુ હતું કે, હું જાતિથી બ્રાહ્મણ છું. અને મારા અને મારા આખા પરિવાર પાસે જરાં પણ જમીન નથી. જે બાદ તેમને લીઝ પર જમીન આપવામાં આવી હતી. પણ બાદમાં થયેલી તપાસમાં જાણવા મળ્યું કે દીપિક મિશ્રાએ આ જમીન છેતરપીંડીથી પચાવી પાડી હતી.

જે બાદ 1985માં તત્કાલીન એડિશનલ જિલ્લા ન્યાયાધિશે આ તમામ અવરોધોને રદ્દ કરતાં એક આદેશ આપ્યો હતો જેમાં લખ્યુ હતું કે, આ યોજના ભૂમિહીન ખેડૂતો માટે છે અને દીપક મિશ્રા આ યોજના અંતર્ગત નથી આવતા.2. પૂર્વ મુખ્યમંત્રી કલિખો પુલની સુસાઇડ નોટ
Loading...

આ ઉપરાંત વરિષ્ઠ વકીલ અને પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણે દીપક મિશ્રા પર આરોપ લગાવ્યો હતો કે તેમનું નામ અરુણાચલ પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી કલિખો પુલની સુસાઇડ નોટમાં હતું. જેનાંથી સ્પષ્ટ રીતે ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચારની વાત લખવામાં આવી હતી. જેમાં તેમને CJI ન બનાવવાની વાત પણ હતી.

3. 2002નાં ગુજરાત રમખાણમાં તોડવામાં આવેલા ધાર્મિક સ્થળોની ભરપાઇ
આ ઉપરાંત દીપક મિશ્રાએ તે નિર્ણયને પણ બદલી દીધો છે જેમા ગુજરાતમાં 2002નાં રમખાણમાં તોડવામાં આવેલા ધાર્મિક સ્થળોને થયેલા નુક્શાનની ભરપાઇ સરકારને કરવા કહેવામાં આવ્યું હતું. જેનાં પર જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, વળતર આપવું સરકારનું કામ છે અને કોર્ટ તેમાં કોઇ બાધ્ય ન રહી શકે. આ નિર્ણય સંભળાવતા તેમની વિરોધાભાસી છબી લોકો વચ્ચે આવી હતી.4. સિનેમાઘરોમાં રાષ્ટ્રગાન વગાડવાનો નિર્ણય
આ ઉપરાંત દીપક મિશ્રાએ એક મોટો નિર્ણય લીધો હતો જે સંપૂર્ણ રીતે પ્રબંધક અને વિધાનમંડળનાં કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ છે. આ હતો સિનેમાઘરોમાં રાષ્ટ્રગાન વગાડવાનો નવો નિયમ. આ નિર્ણયને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

તો ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનાં આ નિર્ણયની થઇ હતી સરહાના
1. અડધી રાત્રે ખોલ્યા હતા સુપ્રીમકોર્ટનાં દરવાજા
જસ્ટિસ મિશ્રા યાકુબ મેમણ પર સંભળાવેલાં તેમનાં નિર્ણય માટે જાણીતા છે. આ મામલાની સુનવણી માટે તેમણે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખોલ્યો હતો. તેમણે આ મામલે આખી રાત સુનવણી કરી હતી અને સવારે આશરે ચાર વાગ્યે યાકુબ મેમણની ફાંસી પર રોક લગાવવા પર જોડાયેલી અરજીને ફગાવી હતી. આ સાથે જ આગલી સવારે મેમણને ફાંસી આપી દેવામાં આવી હતી.2. નિર્ભયા ગેંગરેપનાં દોષિતોની ફાંસીની સજા
આ ઉપરાંત જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી બેંચે વર્ષ 2012નાં બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપનાં દોષિતોની ફાંસીની સજાનો નિર્ણય બદલ્યો ન હતો.

હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ પણ રહ્યાં
જસ્ટિસ મિશ્રા પટના અને દિલ્હી ઉચ્ચ ન્યાયાલયનાં મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચુક્યા છે. ત્રણ ઓક્ટોબર 1953નો જન્મેલા ન્યાયમૂર્તિ મિશ્રાને 17 ફેબ્રુઆરી 1996નાં રોજ ઓડિશા ઉચ્ચ ન્યાયાલયનાં અતિરિક્ત ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતાં. ત્રણ માર્ચ 1997નાં રોજ તેમની બદલી મધ્યપ્રદેશ ઉચ્ચ ન્યાયાલયમાં કરવામાં આવી હતી તે જ વર્ષે 19 ડિસેમ્બરે તેમને સ્થાયી નિયુક્તિ આપવામાં આવી હતી.જે બાદ 23 ડિસેમ્બર 2009નાં રોજ તેમણે પટમા ઉચ્ચ ન્યાયાલયનાં મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા વર્ષ 2010ની 24મી મેંનાં રોજ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયનાં મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યાં. ત્યાં રહેતાં જ તેમણે પાંચ હજારથી વધુ કેસમાં નિર્ણય સંભળાવ્યા છે અને લોક અદાલતને વધુ પ્રભાવશાળી બનાવવા પ્રયાસ કર્યા છે. તેમણે 10 ઓક્ટોબર 2011નાં પદોન્નત કરીને ઉચ્ચતમ
ન્યાયાલયનાં ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर