ગેરકાયદેસર ખનન મામલામાં અખિલેશ યાદવ સહિત બધા મંત્રીઓ સામે તપાસ કરશે સીબીઆઈ

ગેરકાયદેસર ખનન મામલામાં અખિલેશ યાદવ સહિત બધા મંત્રીઓ સામે તપાસ કરશે સીબીઆઈ

સીબીઆઈના સુત્રોના મતે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે પણ તપાસ કરવામાં આવશે

 • Share this:
  ઉત્તર પ્રદેશના ગેરકાયદેસર ખનન મામલાની તપાસ હવે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સુધી પહોંચતી જોવા મળી રહી છે. સીબીઆઈના સુત્રોના મતે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2012થી 2017 વચ્ચે ખનન મંત્રાલય અખિલેશ યાદવ પાસે જ હતું, જે તે સમયે રાજ્યના મુખ્યમંત્રી હતા. અખિલેશની સાથે-સાથે તે સમયગાળામાં જેટલા મંત્રી હતા બધા તપાસના દાયરામાં છે.

  સીબીઆઈની ટીમ હમીરપુરમાં પણ રેડ કરી રહી છે. જ્યાં ટીમે 2 મોટા મોરંગ વ્યવસાયિકોના ધર પર રેડ કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, રમેશ મિશ્રા અને સત્યદેવ દીક્ષિત શહેરના મોટા મોરંગ વેપારી છે. આ દરમ્યાન ટીમે બેડ અને સોફા ખોલી તપાસ કરી રહી છે. સીબીઆઈની 15 સભ્યોની ટીમ કાર્યવાહીમાં લાગેલી છે.

  આ પણ વાંચો - IAS બી. ચંદ્રકલાના ઘર પર CBIના દરોડા, દિલ્હી-યૂપીમાં 12 જગ્યાઓ પર રેડ

  તમને જણાવી દઈએ કે, અખિલેશ યાદવની સરકારમાં આઈએએસ બી. ચંદ્રકલાની પોસ્ટિંગ પહેલી વખત હમીરપુર જીલ્લામાં જીલ્લા અધિકારી પદ પર કરવામાં આવી હતી. આરોપ છે કે, આ આઈએએસએ જુલાઈ 2012 બાદ હમીરપુર જીલ્લામાં 50 મોરંગના પટ્ટા કર્યા હતા. જ્યારે ઈ-ટેંડર દ્વારા મોરંગના પટ્ટા પર સ્વીકૃતિ આપવાનો પ્રાવધાન હતોંતુ બી. ચંદ્રકલાએ તમામ પ્રાવધાનોને નજર અંદાજ કર્યા હતા
  Published by:Ashish Goyal
  First published: