ઉત્તર પ્રદેશમાં ખનન કૌભાંડમાં સીબીઆઈ રેડને લઈને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે જો સીબીઆઈ મારી પુછપરછ કરવા માંગશે તો તે જવાબ આપશે. જ્યાં સુધી યૂપી અને દેશનો સવાલ છે કે યુવાનો અને વેપારી પરિવર્તન ઇચ્છે છે. યાદ કરો સુપ્રીમ કોર્ટે સીબીઆઈ માટે શું કહ્યું હતું?
અખિલેશ યાદવે કહ્યું હતું કે કોંગ્રેસે એક વખત સીબીઆઈ તપાસ કરાવી હતી, હવે બીજેપી કરાવી રહી છે. પહેલા સીબીઆઈને મળવાની તક કોંગ્રેસ આપી હતી હવે બીજેપીએ આપ્યો છે. બીજેપીએ પોતાનો રંગ બતાવી દીધો છે.
આ પણ વાંચો - ભાજપ ડૂબતુ જહાજ છે; સાથી પક્ષો છોડીને ભાગી રહ્યા છે: થરુરનો કટાક્ષ
ગઠબંધનની સીટોની વેહેચણીની વાત પર તંજ કસતા અખિલેશ યાદવે કહ્યું હતું કે 37-37 ના બોલો અમે તો સીબીઆઈની અંદર છીએ. ગઠબંધન થશે ત્યારે તમને બોલાવવામાં આવશે. અમે પોતાનો શિષ્ટાચાર બદલીશું નહીં.
અખિલેશે પત્રકારોને કહ્યું હતું કે જે વાતો તમે જાણવા માંગો છો, ગઠબંધન વિશે હાલ કશું જ કહીશ નહીં. સપાએ જે ગણિત બધાને શીખવાડ્યું છે. ઘણા ગઠબંધન થયા છે તે દિશામાં. સપા-બસપા પોતાનું ગણિત ઠીક કરી રહ્યા છે. હવે વધારે સમચ બચ્યો નથી, ગઠબંધન બની જશે.