તેલંગાણામાં 7 ડિસેમ્બરે ચૂંટણી છે. દરેક પાર્ટી હરીફ પાર્ટી ઉપર પ્રહાર કરી કરી રહી છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન આવૈસી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ વચ્ચે જોરદાર પ્રહાર થઈ રહ્યા હતા. આ બંનેની વચ્ચે હવે નાના ઓવૈસીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. એક રેલીને સંબોધિત કરતા અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન કર્યું હતું.
હૈદરાબાદની ચારમિનાર વિધાનસભા ક્ષેત્રમાં રેલીને સંબોધિત કરતા અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ચા વાળા, અમને ના છંછેડતા, ચા-ચા ચિલ્લાવે છે, યાદ રાખ જે એટલો મારીશ કે કાનથી પીક નીકળશે, લોહી નિકળવા લાગશે.
આ પણ વાંચો - બીજેપીની સરકાર બની તો નિઝામની જેમ ઓવેસીએ પણ હૈદરાબાદથી ભાગવું પડશે: યોગી
અકબરુદ્દીન ઓવૈસીએ પીએમ પછી યોગી આદીત્યનાથ ઉપર હુમલો કરતા કહ્યું હતું કે આજે બીજો એક આવ્યો છે. તે કેવા-કેવા કપડા પહેરે છે, તમાશા જેવો લાગે છે. નસીબથી સીએમ પણ બની ગયો છે, કહી રહ્યો છે કે નિઝામની જેમ ઓવૈસીને પણ ભગાડી દઈશ. અરે તારી ઔકાત શું છે. તારા જેવા 56 આવ્યા અને ચાલ્યા ગયા. ઓવૈસીને છોડો તેના જેવી 1000 પેઢીઓ આ દેશમાં રહશે અને તમારી સાથે લડશે.