અજીત પવારની હજાર કરોડની સંપત્તિ કરાઈ સીઝ, મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ થઈ શકે છે કાર્યવાહી

ફાઇલ તસવીર

Ajit Pawar News: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અજિત પવાર(Ajit Pawar)ની સામે ઈનકમ ટેક્સ(Income tax Department) દ્વારા બેનામી કાયદા હેઠળ કરાયેલી કાર્યવાહીના આધારે મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ નવો કેસ નોંધી શકે છે.

  • Share this:
મુંબઈ: કેન્દ્રીય તપાસ એજન્સી ઇ.ડી. દ્વારા આવકવેરા દ્વારા બેનામી કાયદા હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીના આધારે ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નવો કેસ નોંધવામાં આવી શકે છે. એટલે કે ઈનકમ ટેક્સ વિભાગ આ બાબતને સંભાળી શકે છે.

વરિષ્ઠ ઇ.ડી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં આવકવેરા વિભાગને ઔપચારિક પત્ર મોકલવામાં આવશે જેમાં તેના દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી સાથે સંબંધિત તમામ દસ્તાવેજો અને પુરાવાઓ વિશે માહિતી માંગવામાં આવશે. ત્યારબાદ તમામ દસ્તાવેજો અને પુરાવાના આધારે વધુ ત્વરિત અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરી શકાય છે. ઇ.ડી.ની આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે સોમવારે મોડી રાત્રે રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ઈનકમ ટેક્સ વિભાગે એક મોટી કાર્યવાહી કરતા અજીત પવારની લગભગ 1,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. પવાર સાથે તેનો સીધો સંબંધ છે. ઈનકમ ટેક્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિભાગ દ્વારા બેનામી એક્ટ (Income Tax Department under Benami Act) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: વિનોદ રાયે સંજય નિરુપમની માફી માગી, કોંગ્રેસે કહ્યું- UPA વિરુદ્ધ ષડયંત્રમાં ‘મુખ્ય કઠપૂતળી’ હતા પૂર્વ CAG

એટલે કે ઈનકમ ટેક્સ વિભાગની પ્રારંભિક તપાસ દરમિયાન મળેલા અનેક પુરાવા અને દસ્તાવેજોના આધારે એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ઘણી બેનામી મિલકતો અયોગ્ય રીતે હસ્તગત કરેલા નાણાંમાં રોકાણ કરવામાં આવી હતી. તેથી જ હાલ માટે સંપત્તિ સીઝ કરવામાં આવી છે.

ઈનકમ ટેક્સના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ દિલ્હીમાં એક ફ્લેટ, જરંગેશ્વર સુગર ઇન્ડસ્ટ્રી મિલ ફેક્ટરી, ગોવામાં નિલય નામનો રિસોર્ટ, મુંબઈમાં નિર્મલ બિલ્ડિંગ, મહારાષ્ટ્રમાં લગભગ 27 વિવિધ સ્થળોએ પ્રોપર્ટી/જમીન અને કેટલીક અજાણી મિલકતો જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો:વિશ્વમાં કેટલી છે અજાયબીઓ 7 કે 8? જુઓ અપડેટેડ સૂચિમાં તાજમહેલનો સમાવેશ છે કે નહિ

ઓક્ટોબરમાં 70 સ્થળોએ ઈનકમ ટેક્સના દરોડા
ઈનકમ ટેક્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિભાગે થોડા સમય પહેલા પવાર સાથે સંકળાયેલા કેટલાક લોકો સામે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન બે રિયલ એસ્ટેટ ગ્રુપ્સ કંપની અને તેના ડિરેક્ટર્સની રહેઠાણની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

દરોડા દરમિયાન અનેક મહત્વની માહિતી અને દસ્તાવેજો મળી આવ્યા હતા જેના આધારે એવું જણાયું હતું કે રિયલ એસ્ટેટ કંપની સાથે સંકળાયેલા ડિરેક્ટરોનું અજિત પવાર સાથે સીધું જોડાણ હતું. આ સાથે જ અજીત પવારના અનેક સંબંધીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમની સામે કાળા નાણાં છુપાવવા, કરવેરા ટાળવા, સંપત્તિ સહિત અન્ય વ્યવસાયોમાં ગેરકાયદેસર રીતે કમાયેલા નાણાંનું રોકાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેથી તે સમયે આવકવેરા વિભાગે કાર્યવાહી કરી આશરે 184 કરોડ રૂપિયાની બિનહિસાબી મિલકતોની માહિતી એકઠી કરી હતી.

ગયા મહિને 7 ઓક્ટોબરે આવકવેરા વિભાગે પણ 70થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. અજીત પવારના પુત્ર પાર્થ પવારની માલિકીની કંપની અનંત મેર્ક્સ પ્રા.લિ. અને તેના અનેક સ્થળો સાથે સંકળાયેલા લોકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા ની ટીમે દરોડામાં ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતના દસ્તાવેજો કબજે કર્યા હતા અને તેમની સાથે લઈ ગયા હતા. આ જ દરોડા પહેલા મળેલા કેટલાક ગુપ્ત ઇનપુટના આધારે અજીત પવારની બે બહેનો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. બંને બહેનો સાથે સંકળાયેલી સંપત્તિ અને તેમની માલિકીની કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજો સાથે સંબંધિત ઇનપુટ્સ એકત્રિત કરી સ્કેન કરવામાં આવ્યા હતા.
Published by:Riya Upadhay
First published: