NSA અજીત ડોભાલ જમ્મુ કાશ્મીર પ્રવાસે પહોંચ્યા, મહેબુબાએ કહ્યું - આ વખતે મેન્યૂમાં શું છે?

News18 Gujarati
Updated: September 25, 2019, 10:20 PM IST
NSA અજીત ડોભાલ જમ્મુ કાશ્મીર પ્રવાસે પહોંચ્યા, મહેબુબાએ કહ્યું - આ વખતે મેન્યૂમાં શું છે?
હાલ એ જાણકારી નથી આવી કે ડોભાલનો ઘાટીનો પ્રવાસ કેટલો લાંબો રહેશે

હાલ એ જાણકારી નથી આવી કે ડોભાલનો ઘાટીનો પ્રવાસ કેટલો લાંબો રહેશે

  • Share this:
જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir)ના વિશેષ રાજ્ય (Special Status)નો દરજ્જો સમાપ્ત કર્યા પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit Doval)બુધવારે સ્થિતિની સમીક્ષા કરવા અને સરકારી યોજનાઓ(Government Schemes) અમલ કરાવવા અને આગળની રણનીતિ તૈયારી કરવાના ઉદ્દેશ્ય સાથે ફરી એક વખત કાશ્મીર ઘાટી પહોંચ્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી.

બીજી તરફ જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના ચીફ મહેબુબાએ મુફ્તીએ ટ્વિટ કરીને જમ્મુ કાશ્મીર યાત્રા પર નિશાન સાધ્યું છે. મહેબુબાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે - ગત વખતે કેટલાક કાશ્મીરીઓ સાથે જબરજસ્તી ‘બિરયાની’ફોટો ઓપ હતો. આ વખતે મેન્યૂમાં શું છે? હલીમ?

અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોભાલ પ્રમુખ સુરક્ષા અધિકારીઓ સાથે મળીને રાજ્યમાં સુરક્ષા અને વિકાસ સંબંધી ગતિવિધિઓનું નિરીક્ષણ કરશે. જમ્મુ કાશ્મીર 31 ઑક્ટોબરે બે કેન્દ્ર શાસિત ક્ષેત્રો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ (Ladakh)માં વહેચાઈ જશે.

આ પણ વાંચો - અમેરિકામાં પીએમ મોદીએ કહ્યું - આજે ભારતના દરેક નાગરિક પાસે યૂનિક ID અને બૅન્ક એકાઉન્ટ

હાલ એ જાણકારી નથી આવી કે ડોભાલનો ઘાટીનો પ્રવાસ કેટલો લાંબો રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા પાંચ ઓગસ્ટ આર્ટિકલ 370ને રદ કર્યા પછી એનએસએ અજીત ડોભાલ 11 દિવસો સુધી ઘાટીમાં રોક્યા હતા. આ દિવસ દરમિયાન આતંકવાદ પ્રભાવિત દક્ષિણ કાશ્મીરના શોપિયાં અને શ્રીનગરના વિસ્તારનો પ્રવાસ કર્યો હતો.
Published by: Ashish Goyal
First published: September 25, 2019, 10:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading