એર લાઇનના 6 ક્રૂ મેમ્બર એરપોર્ટ ફ્લોર પર જ ઊંઘી ગયા અને...

News18 Gujarati
Updated: November 8, 2018, 12:31 PM IST
એર લાઇનના 6 ક્રૂ મેમ્બર એરપોર્ટ ફ્લોર પર જ ઊંઘી ગયા અને...
રયાનએરનો સ્ટાફ
News18 Gujarati
Updated: November 8, 2018, 12:31 PM IST
મેડ્રિડઃ સ્પેનની એક એરલાઇને પોતાના છ ક્રૂ મેમ્બર્સને બરતરફ કરી દીધા છે. આ ક્રૂ મેમ્બર્સે સ્પેનના મલાગા એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કરતા એરપોર્ટના ફ્લોર પર જ ઊંઘી ગયા હતા. જે બાદમાં તેમને બરતરફ કરી દેવામાં આવ્યા છે.

આ અંગેનો ફોટોગ્રાફ ઇન્ટરનેશનલ સ્તરે વાયરલ થયા બાદ ઓછા ભાડાની એરલાઇન રયાનએરએ તમામ લોકોને બરતરફ કરી દીધા હતા. જોકે, એરલાઇન સ્ટાફે તેમને પડેલી અગવડતાનો વિરોધ કરવા માટે જ ઊંઘી રહ્યા હોય તેવી તસવીરો ક્લિક કરી હતી. એરલાઇને દાવો કર્યો છે કે આવી તસવીર વાયરલ થયા બાદ તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.

સામે તરફે ક્રૂ યુનિયનનો દાવો છે 14મી ઓક્ટોબરના રોજ દક્ષિણ સ્પેન અને પોર્ટુગલમાં વાવાઝોડું આવ્યું ત્યારે 20 જેટલા કેબિન ક્રૂએ મલાગા એરપોર્ટ પર રાત વિતાવવી પડી હતી. તેમણે રયાન ક્રૂ રૂમમાં જ આખી રાત વિતાવી હતી. બાદમાં તેમને વીઆઈપી લોંજમાં ખસેડવામાં આવ્યા હતા. આ રૂમમાં ફક્ત ખુરશીઓ અને સોફા જ હતા.

આ દરમિયાન પોર્ટુગલના છ જેટલા કર્મચારીઓએ જમીન પર આ રીતે ઊંઘીને વિરોધ પ્રદર્શન કરવા માટે ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા. આ બંને ફોટોગ્રાફ્સ બાદમાં વાયરલ થઈ ગયા હતા. ક્રૂ મેમ્બર્સે ખરેખરે તેમને કેવી ખરાબ સગવડ મળી રહી છે તે બતાવવા માટે ફોટોગ્રાફ્સ લીધા હતા, તેમ યુનિયને વધુમાં જણાવ્યું હતું.

રયાનએરના ચીફ ઓપરેશન ઓફિસરે આ અંગે ટ્વિટર પર માફી માંગતા જણાવ્યું કે, "મલાગામાં એ દિવસે તમામ હોટલો બુક હતી, જેનાથી ક્રૂને સગવડતા આપવામાં મુશ્કેલી પડી હતી."
First published: November 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...