Home /News /india /

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે વર્ષ 2016માં થયા 14800 લોકોના મોત: રિપોર્ટ

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને કારણે વર્ષ 2016માં થયા 14800 લોકોના મોત: રિપોર્ટ

દિલ્હીમાં વાયુ પ્રદુષણને કારણે વર્ષ 2016માં થયા 14800 લોકોના મોત

    દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના કારણે વર્ષ 2016માં આશરે 15 હજાર લોકોનાં મોત સમય પહેલા થયા છે. આ વાતનો ખુલાસો એક નવા અધ્યયનમાં થયો છે. ઝેરી હવાઓને કારણે સૌથી વધારે મોતના મામલામાં દિલ્હી દુનિયાભરના શહેરોમાં ત્રીજા નંબરે છે.

    ઝેરી હવાઓને લીધે સમયથી પહેલા મોતના મામલામાં શંઘાઇ પહેલા નંબર પર આવે છે. પીએમ 2.5 પ્રદૂષણના કારણે અહીંયા 2016માં 18200 લોકોનાં મોત થયા જ્યારે બીજા નંબર પર બીજિંગનું નામ આવે છે જ્યાં 17600 લોકો અસમય મર્યા હતા.

    પીએમ 2.5નો અર્થ છે, વાયુમંડળમાં 2.5 મિમીથી ઓછા વ્યાસવાળા કણ જે શ્ર્વાસ દ્વારા શરીરની અંદર પહોંચીને નુકશાન પહોંચાડી શકે છે. અભ્યાસ પ્રમાણે પીએમ 2.5ને કારણે લોકોને ઘણી જાતની બીમારીઓ થાય છે. જેમ કે કાર્ડિયોવેલ્કુલર અને ફેફસાંની બીમારીઓ, કેન્સર અને સમય પહેલા મૃત્યું.

    અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પીએમ 2.5થી સંબંધિત બીમારીઓ દુનિયાભરના મોટા શહેરોમાં છે, પરંતુ એશિયાના શહેર આનાથી વધારે પરેશાન છે. ભારતમાં દિલ્હી પછી વાયુ પ્રદુષણને કારણે સૌથી વધારે મોત મુંબઇમાં થયા છે. અહીંયા વર્ષ 2016માં 10500 લોકોના અસમય મોત થયા છે જ્યારે વર્ષ 2016માં ચેન્નાઇ અને બેંગલુરૂમાં પ્રદુષણનું સ્તર પીએમ 2.5થી સંબંધિત બીમારીઓથી આશરે 5000 લોકોના મોત થયા છે.

    ચીને પ્રદૂષણ નિયંત્રણ માટે અને રણનીતિની સાથે શરૂઆતી પગલા ઉઠાવ્યાં છે. પરંતુ ભારત, બાંગલાદેશ અને પાકિસ્તાનમાં સરકારી નીતિની તરત જરૂર છે.

    સેન્ટર ફોર સાઇન્સ એન્ડ એન્વાયરનમેન્ટના ડાયરેક્ટર અનુમીતા રોય ચૌધરીએ કહ્યું, ' વાયુ પ્રદુષણ મોટો ખતરો બનતો જાય છે, આને દૂર કરવા માટે એક મજબૂત વાયુ ગુણવત્તા પ્રબંધન પ્રણાલીની જરૂર છે. પર્યાવરણ મંત્રાલય દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી લડવા માટે રાષ્ટ્રીય પ્રિમિયર એક્શન પ્લાનને અંતિમ અંજામ આપવામાં આવી રહ્યું છે. '
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Beijing, દિલ્હી, ભારત

    આગામી સમાચાર