એર ઇન્ડિયાએ માની ચીનની વાત, તાઇવાનનું નામ કરશે તાઇપે

પ્રતિકાત્મક તસવીર

એર ઇન્ડિયાની વેબસાઇટ ઉપર ચીનના શહેર તાઇવાનનું નામ તાઇપે કરવા માટે ચીનની માંગણી હતી.

 • Share this:
  એર ઇન્ડિયાની વેબસાઇટ ઉપર ચીનના શહેર તાઇવાનનું નામ તાઇપે કરવા માટે ચીનની માંગણી હતી. જેને એર ઇન્ડિયાએ સ્વીકારી છે. એર ઇન્ડિયાએ પોતાની વેસબાઇટ ઉપર તાઇવાનની જગ્યાએ તાઇપે કરવાનો નિર્ણય કર્યો છે. નાગરિક ઉડ્ડયન પ્રશાસને 36 એરલાઇન્સને પત્ર લખીને ‘એક ચીન’ સિદ્ધાંત અંતર્ગત પોતાની વેબસાઇટ ઉપર તાઇવાન, મકાઉ, હોંગકોંગને ચીનના ભાગ તરીકે માન્યતા આપવાની વાત જણાવી છે.

  એપ્રીલમાં ચીને 36 એરલાઇન્સને લખ્યો હતો પત્ર

  માનવામાં આવી રહ્યું છે કે, ભારતે આ પગલું ચીન સાથે પોતાના સંબંધોને સુધારવા માટે લીધું છે. ઉલ્લેખનીય છેકે, એપ્રીલમાં ચીને 36 એરલાઇન્સને પત્ર લખીને એક ચીન સિદ્ધાંતનું સન્માન કરવાની વાત કરી છે.  ત્યારે એર કેનેડા અને લુફ્થાંસા જેવી કેટલીક એરલાઇન્સે તેમની વાત જરૂર માની હતી  પરંતુ એરઇન્ડિયા સહિત અમેરિકા અને અન્ય દેશોની એરલાઇન્સે આવું ન્હોતું કર્યું. માનવામાં આવી રહ્યું છેકે, એરઇન્ડિયાએ વિદેશ મંત્રાલય સાથે ચર્ચા કર્યા પછી આ પગલું ઉઠાવ્યું છે.

  ચીને 25 જુલાઇ સુધીનો આપ્યો હતો સમય

  પ્રાપ્ત માહિતી પ્રમાણે નામ બદલવા માટે ચીની પ્રશાસને એરલાઇન્સને 25 જુલાઇ સુધીનો સમય આપ્યો હતો. આ સાથે વાત ન માનવા માટે એરલાઇન્સ સામે કાર્યવાહી કરવાની વાત પણ પત્રમાં જણાવી હતી.

  તાઇવાન 1949થી પોતાની અલગ સરકાર ચલાવી રહ્યું છે

  ઉલ્લેખનીય છે કે, ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે. જોકે, તાઇવાન 1949થી પોતાની અલગ સરકાર ચલાવી  રહ્યું છે. જોકે, ચીન તાઇવાનની સ્વતંત્રતાનો સ્વીકાર કરતા નથી. એટલા માટે તેણે આંતરરાષઅટ્રીય સંગઠનોને તાઇવાનને ચીનનો ભાગ માનવાની સલાહ આપી હતી. જેના કારણે આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા તાઇવાનું નામ ચીની તાઇપે તરીકે લેવાય છે.
  Published by:Ankit Patel
  First published: