ગુરુ નાનકની 550મી જયંતી પર Air Indiaની અનોખી પહેલ, વિમાન પર લખ્યું 'એક ઓમકાર'

News18 Gujarati
Updated: October 28, 2019, 7:25 PM IST
ગુરુ નાનકની 550મી જયંતી પર Air Indiaની અનોખી પહેલ, વિમાન પર લખ્યું 'એક ઓમકાર'
એર ઇન્ડિયાએ પોતાના બોઇંગ 787 વિમાન પર આ ધાર્મિક ચિન્હ બનાવ્યું છે.

એર ઇન્ડિયાએ પોતાના બોઇંગ 787 વિમાન પર આ ધાર્મિક ચિન્હ બનાવ્યું છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : શીખ ધર્મનાં સંસ્થાપક ગુરૂ નાનક દેવનાં (Guru Nanak Dev)550માં પ્રકાશ પર્વનાં પ્રસંગે એર ઇન્ડિયાએ (Air India) અનોખી પહેલ કરી છે. એર ઇન્ડિયાએ પોતાના વિમાન (flight)નાં પાછળનાં ભાગ પર શીખોનાં ધાર્મિક ચિન્હ 'એક ઓમકાર' લખાડાવ્યું છે. એર ઇન્ડિયાએ પોતાના બોઇંગ 787 વિમાન પર આ ધાર્મિક ચિન્હ બનાવ્યું છે. આ વિમાન 31 ઓક્ટોબરનાં રોજ અમૃતસરથી બ્રિટનથી ઉડાન ભરશે.

પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amarinder Singh)રવિવારે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, 'શ્રી ગુરૂ નાનક દેવજીનાં (Guru Nanak Dev) 550માં પ્રકાશ પર્વ પર ઐતિહાસિક સમારોહ અંતર્ગત એર ઇન્ડિયાનાં બોઇંગ 787 ડ્રિમલાઇનરનાં પાછળનાં ભાગ પર 'એક ઓમકાર'નું ચિન્હ જોવું તે દિલને અડી જાય તેવી વાત છે.'

આ પણ વાંચો : પાક. માં વાણી સ્વતંત્રતા પર તરાપ; મીડિયા સાથે વાત કરતા અમને રોક્યા: પાક. કાર્યકરનો આરોપ

થઇ શકે છે વિવાદ

જોકે, આ મામલામાં વિવાદ પણ થઇ શકે છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે, 'આ એક ઘણો જ વિવાદાસ્પદ નિર્ણય છે. ધર્મનિરપેક્ષ દેશમાં આવા પગલાઓથી બચવું જોઇએ. કારણ કે કાલે મુસલમાન પણ પોતાના પ્રતિકોને પ્રદર્શિત કરવાની માંગ કરી શકે છે.'
First published: October 28, 2019, 7:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading