નાસિર હુસૈન : ઇમરજન્સીની સ્થિતિમાં ઇન્ડિયન એર ફોર્સનાં પાયલટ અભિનંદનને વિમાનમાંથી બહાર આવવું પડ્યું. જેના કારણે તે ભૂલથી દુશ્મન દેશ પાકિસ્તાનનાંવિસ્તારમાં પહોંચી ગયો. જે પછી પાક સેનાએ તેને પકડી લીધો હતો.
જોકે અભિનંદનનાં મામલામાં સારી વાત એ છે કે પાકિસ્તાને માની લીધું છે કે અભિનંદન તેમના કબજામાં છે. પરંતુ એરફોર્સનાં 24 ઓફિસર છે જે હાલ પાકિસ્તાનની અલગ અલગ જેલોમાં બંધ છે. સમયાંતરે આ લોકોનાં પરિવારે તેમની મુક્તિ માટે અવાજ ઉઠાવ્યો છે.
પરંતુ પાકિસ્તાન માનવા તૈયાર નથી કે તેમની જેલમાં 1965 અને 1971નાં યુદ્ધનાં કોઇ ભારતીય પણ બંધ છે. આવા જ એક પાયલોટ મનોહર પુરોહિત જે 1971માં યુદ્ધબંધી બનાવેલ હતાં તેમના પુત્ર વિપુલ પુરોહિતે જણાવ્યું કે કેટલીય વાર પાકિસ્તાનને પરિવારે પુરાવા પણ આપ્યાં છે પરંતુ તેઓ માનવા તૈયાર જ નથી.
આ સમયે પાકિસ્તાનની જેલમાં 17 આર્મી ઓફિસર, 24 એરફોર્સ ઓફિસર અને એક નેવી ઓફિસર બંધ છે. આ રીતે પાકિસ્તાનની જેલમાં કુલ 54 ભારતીય બંધ છે. એક પરિવાર તો પાકિસ્તાનમાંથી આવેલો પત્ર પણ બતાવી ચુક્યા છે. પરંતુ પાકિસ્તાન કોઇપણ રીતે માનવા તૈયાર નથી તેઓ આ બધાની ના જ પાડી દે છે.
અમે કેન્દ્ર સરકાર પાસે માંગ કરીએ છે કે તેઓ અમારા માણસોને પણ મુક્ત કરવાનો મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઉઠાવે. અમે બધા પરિવાર યુદ્ધબંધીઓને પાછા લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કેસ લડી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનની જેલમાં બંધ 15 પંજાબ રેજીમેન્ટનાં મેજર એસપીએસ બરાઇચની દીકરી કહે છે કે આ યોગ્ય સમય છે જ્યારે 1971નાં કુલ 54 યુદ્ધબંધીઓની મુક્તિનો મામલો ઉઠાવવામાં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર