અયોધ્યાના નિર્ણય પર ઓવૈસીએ કહ્યું - અમને 5 એકર જમીનની ઓફર મંજૂર નથી

News18 Gujarati
Updated: November 9, 2019, 3:44 PM IST
અયોધ્યાના નિર્ણય પર ઓવૈસીએ કહ્યું - અમને 5 એકર જમીનની ઓફર મંજૂર નથી
અયોધ્યાના નિર્ણય પર ઓવૈસીએ કહ્યું - અમને 5 એકર જમીનની ઓફર મંજૂર નથી

ઓવૈસીએ કહ્યું- હું સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ નથી

  • Share this:
હૈદરાબાદ : અયોધ્યા વિવાદ (Ayodhya Verdict)પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના નિર્ણય પર એઆઈએમઆઈએમ (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ અસહમતી વ્યક્ત કરી છે. નિર્ણયને લઈને ઓવૈસીએ કહ્યું કે મારો અંગત મત છે કે અમારે મસ્જિદ માટે 5 એકરની જમીનની ઓફરને ફગાવી દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટ સુપ્રીમ અવશ્ય છે પણ અચૂક નથી. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું હતું કે મારો સવાલ છે કે જો 6 ડિસેમ્બર 1992ના રોજ મસ્જિદ તોડી ના પાડી હોત તો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય હોત.

ઓવૈસીએ કહ્યું હતું કે હું સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ નથી. જેમણે બાબરી મસ્જિદને શહીદ કરી છે તેમને જ ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. મુસ્લિમો સાથે અન્યાય થયો છે. જેને કોઇ પણ ફગાવી શકે નહીં. મુસલમાન એટલા ગરીબ નથી કે તે 5 એકર જમીન ખરીદી ન શકે. જો હું હૈદરાબાદના લોકો પાસે ભીખ માંગું તો 5 એકર જમીન લઈ શકીશું. અમારે કોઈ પાસે ભીખની જરુર નથી.

આ પણ વાંચો - Ayodhya Verdict : કોણ છે રામલલા, જેમને અયોધ્યાની વિવાદિત જમીન મળી

કોર્ટના નિર્ણય સામે ટિપ્પણીમાં ઓવૈસીએ કહ્યું હતું કે શું મને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અસંતુષ્ટ થવાનો હક નથી. ઓવૈસી પછી પણ જ્યાં સુધી દુનિયા કાયમ રહેશે ત્યાં સુધી આ દેશમાં અમે શહરી હતા અને રહીશું. અમે અમારી કોમને કહીશું કે 500 વર્ષથી અહીં મસ્જિદ હતી પણ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડી હતી. સંઘ પરિવારે કૉંગ્રેસના ષડયંત્રની મદદથી આમ કર્યું હતું.

ઓવૈસીએ કહ્યું હતું કે બીજેપીએ 1989માં પાલમપુરમાં રામ મંદિરનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. હવે ડર છે કે આવા જ કોઈ સ્થળે સંઘ પરિવારના લોકો દાવા કરશે. જ્યાં તે કહેતા રહ્યા છે કે અહીં પહેલા મંદિર હતું. મને ડર છે કે સંઘ પરિવારના લોકો કાશી, મથુરાનો પણ મુદ્દો બનાવશે.
First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर