હરિકાંત શર્મા, આગ્રા: આગ્રામાં કુદરતના કરિશ્મા સમાન એક ઘટના સામે આવી છે. આગ્રાના રામબાગની રહેવાસી મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે. ખાસ વાત એ છે કે, ચારેય બાળકો સ્વસ્થ્ય-સુરક્ષિત છે. મહિલાએ 3 પુત્રી અને 1 પુત્રને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાં સમગ્ર શહેરમાં આ અંગે ચર્ચા થઇ રહી છે.
થાના અત્માદ્દોલાના પ્રકાશ નગરમાં રહેતી મનોજ કુમારની પત્ની ખુશ્બુને થોડા દિવસ પહેલા આગ્રા ટ્રાન્સ યમુના કોલોની રામબાગના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો છે. જોકે, આ ડિલીવરી સરળ નહોતી, પરંતુ ડોક્ટરોની મહેનતે બાળકો સુરક્ષિત છે. ખુશ્બુ અને મનોજ પહેલાથી જ ત્રણ પુત્રીઓના માતા-પિતા છે.
પિતા છે રિક્ષા ડ્રાઇવર
બાળકોના પિતા મનોજ કુમાર આગ્રામાં રિક્ષા ડ્રાઇવર છે. સામાન્ય પરિવારના હોવાથી આર્થિક સ્થિતિ વધુ સારી નથી. તેમને પહેલા જ ત્રણ પુત્રીઓ છે. હવે પત્નીએ ચાર સંતાનને જન્મ આપ્યો છે. હવે મનોજ કુમારને સાત બાળકોના ઉછેરની ચિંતા સતાવી રહી છે.
ડોક્ટરે આપ્યું આશ્વાસન
હાલ હોસ્પિટલમાં બાળકોની દેખરેખનો એક દિવસનો ખર્ચ 6000 રૂપિયા છે. એટલે કે આખા દિવસમાં 24000 રૂપિયા ખર્ચ થઇ રહ્યો છે. મનોજ કુમારે ઉધાર પૈસા લઇને અત્યાર સુધી ચૂકવણી કરી છે. જ્યારે વધુ બે-ત્રણ દિવસ સુધી બાળકોને હોસ્પિટલમાં રાખવામાં આવશે. આને લઇને મનોજ ચિંતીત છે. જોકે, હોસ્પિટલના સંચાલકે બાળકોના ભણતર માટે મદદનું આશ્વાસન પણ આપ્યું છે. તમે પણ બાળકોના પિતાની મદદ કરવા માગો છો તો મોબાઇલ નંબર 9536628735 પર સંપર્ક કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર